અમદાવાદ,
સગીર વયના બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર હવે સતત એક્ટિવ રહેતા ઈન્ટરનેટ એડિક્ટ બનવા લાગ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના BTS વીડિયો જાેવાની આદત પડ્યા બાદ ૧૧થી ૧૭ વર્ષનાં બાળકોનાં માતા-પિતા માટે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં એક ૧૩ વર્ષની સગીરા સોશિયલ મીડિયા પર બીટીએસ બેન્ડ જાેતી હતી અને તેનો સ્વભાવ ખૂબ જ આક્રમક બની ગયો હતો. જાે તેને આ બાબતે ના પાડવામાં આવે તો ખૂબ જ ગુસ્સે થઈ જતી હતી અને અડધો-અડધો કલાક સુધી બાથરૂમમાં બંધ થઇને સેક્સ્યુઅલ મૂવમેન્ટ કરતી હતી. એકવાર તેણે હાથમાં છરી પણ મારી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી.
મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવતા સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને હાલમાં તો તેણે આવા વીડિયો નહીં જાેવે તેવી બાયધરી આપી હતી. મહિલા હેલ્પલાઇન અભ્યમ ૧૮૧માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, ૧૩ વર્ષની સગીરા પોતે કોરિયન બેન્ડ જાેવે છે, અને ખરાબ આદતોની શિકાર બની છે જેથી તેને કાઉન્સિલિંગની જરૂર છે. મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એકની એક બાળકી છે અને લોકડાઉન દરમિયાન પોતે મોબાઈલમાં કાર્ટુનના વીડિયો જાેતી હતી. તેણે ધીરે ધીરે એક કોરિયન બેન્ડ બીટીએસના વિડીયો જાેવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ પૂરેપૂરી તેમાં જ ખોવાઈ ગઈ હતી. તેને ભારતીય કલ્ચરથી નફરત થવા માંડી હતી અને પોતે ભારત છોડી અને કોરિયા જવા માંગતી હતી.
આ બાબતે માતા-પિતાને જાણ થતા તેઓએ તેને સમજાવી હતી પરંતુ તે પોતે ખૂબ જ આક્રમક બની જતી હતી અને જાે વીડિયો જાેવાની ના પાડે તો તેઓ તેને ખરાબ લાગતા હતા. કોરિયન બેન્ડનો વીડિયો જાેવાની ના પાડતા હતા તો સગીરા ખૂબ જ આક્રમક બની જતી હતી, અને પોતે બાથરૂમ બંધ કરી અડધો કલાક સુધી બેસી રહેતી હતી. ત્યારબાદ પોતે સેક્સ્યુઅલ મૂવમેન્ટ કરતી હતી. આ રીતે માતા-પિતાને જાણ થતા પોતે ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને તેઓએ અભ્યમ હેલ્પલાઈનની મદદ લીધી હતી.
સગીરાએ પોતે અભ્યમ હેલ્પલાઈનની ટીમને જણાવ્યું હતું કે, તે ડિપ્રેશનમાં છે. તેવી કોઈ સમસ્યા નથી. બસ આ વીડિયો જાેવાના કારણે પોતે વધુ આક્રમક બની જાય છે. જાે કે હાલમાં તેને કાઉન્સિલિંગ કરી અને સમજાવતા વીડિયો નહીં જાેવે તેવી બાહેધરી આપી હતી.