અમદાવાદ
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છે. સુરક્ષા અને સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો પણ હાલ એવો છે કે, લોકો કોરોના કહેર કરતાં પણ વધારે ત્યાં કુતરાઓથી ડરી રહ્યાં હોય તેવો માહોલ છવાયો છે.
એકબાજુ લોકો ડરતા ડરતા પ્રવાસ કરે છે તો બીજી બાજુ કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને શ્વાનનો પણ ડર સતાવી રહ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના ટર્મિનલ અને પ્લેટફોર્મ પર બે રોકટોક શ્વાન ફરી રહ્યા છે. એક બે નહિ જ્યાં નજર પડે ત્યાં શ્વાન જાેવા મળે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર શ્વાન જાેવા મળે છે. પ્રવાસીઓએ તો સામાનની સલામતી સાથે શ્વાન કરડી ન જાય તેનું પણ ઘ્યાન રાખવું પડે છે. અચાનક શ્વાન ભસે છે એટલે નાના બાળકો ડરી જાય છે. એટલું જ નહીં, ટ્રેક પર પણ શ્વાન ફરતા જાેવા મળે છે.
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં શ્વાન ફરી રહ્યા છે. ત્યારે પ્લેટફોર્મ પર રખડતા શ્વાનને દૂર કરવાની દરકાર પણ કોઈ લેતું નથી. જાેકે, કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં શ્વાન ફરી રહ્યા છે. સવાલ એ છે કે, રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીની સ્લામતીનું શું? કેમ તંત્ર આંખ આડા કાન કરે છે કે પછી શ્વાન કોઈને કરડે તે પછી પગલાં લેવાનું વિચારી રહ્યા છે. લોકો રેલવે સ્ટેશન પર ચર્ચા પણ કરતા હોય છે કે, કાલુપુર રેલવે સ્ટેશન પ્રવાસીઓ માટે બન્યું કે પછી શ્વાનના ફરવા માટે છે. ત્યારે જાેવાનું છે કે. તંત્ર ક્યારે જાગશે અને ક્યારે પ્રવાસીઓને શ્વાનના ત્રાસથી રાહત આપશે.