(અબરાર એહમદ અલ્વી)
અમદાવાદ,તા.2
કોરાનાના વધી રહેલા કેસો વચ્ચે અમદાવાદના સરખેજ ખાતે ફતેહવાડી વિસ્તારમાં બીમાર લોકોના ચહેરા પર મુસ્કાન લાવવાના પ્રયાસ સાથે “મુસ્કાન જનરલ હોસ્પિટલ” શરૂ કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં હુબ્લી કોમ્પલેક્સમાં શમા સ્કૂલ ફતેહવાડી ખાતે મુસ્કાન જનરલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
તસ્લીમ સંધી, ડો. મોહસીન મેમણ અને મુબીન સંધી (સના મેડિકલ સ્ટોર) દ્વારા આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. રવિવારે સવારે 10 વાગે આ હોસ્પિટલનો ગ્રાન્ડ ઓપનીગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટર જી.એ. શેખ (મુન્ના ભાઇ) મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ મુસ્કાન જનરલ હોસ્પિટલ શરૂ થવાના કારણે જુહાપુરા, સરખેજ, ફતેહવાડી વગેરે આસપાસના વિસ્તારના લોકોને તેમના જ વિસ્તારમાં આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહેશે.
મુસ્કાન જનરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ પર એક નજર કરીયે તો, મલ્ટીપેરા મોનીટર, આધુનિક ઑપરેશન થિયેટર, દરેક પ્રકારના સ્ત્રી રોગોની સારવાર, તાજા જન્મેલા બાળકોથી લઈ ૧૮ વર્ષ સુધીના બાળકોની ઉત્તમ નિદાન તથા સારવાર, રસીકરણની સુવિધા ઉપલબ્ધ, પેઇનલેસ ડિલિવરી, સીજેરિયન ડિલિવરી, ૨૪ કલાક પેરા મેડિકલ સ્ટાફની સુવિધા, દાખલ થવાની સુવિધા, ઇ.સી.જી.ની સુવિધા, સોનોગ્રાફીની સુવિધા, મેડિકલેમની સુવિધા, હોમ બેજ ટ્રીટમેંટની સુવિધા, જોઇન્ટ રિપ્લેસમેંટ, ફ્રેકચર તથા સ્પાઇનની સારવાર તથા ઑપરેશન, કિડની, પિત્તાશય અને પ્રોસ્ટેટની પથરીની સારવાર તથા ઑપરેશન, દરેક રોગોના સુપર સ્પેશ્યલિસ્ટ ડોક્ટરની સેવા, ૨૪ કલાક લેબોરેટરી સુવિધા, ૨૪ કલાક મેડિકલ સ્ટોર, ૨૪ કલાક એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
“મુસ્કાન જનરલ હોસ્પિટલ”માં મેડીસીન વિભાગ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, જનરલ સર્જરી, ઓર્થોપેડીક વિભાગ, સ્કીન વિભાગ અને ઇ.એન.ટી વિભાગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસ્કાન જનરલ હોસ્પિટલમાં રાત્રે ૧૧થી 3 વાગ્યા સુધી ઓપીડી પણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં કોઈપણ જાતનો ઈમરજન્સી ચાર્જ લેવામાં આવશે નહીં.