અમદાવાદના સાણંદમાં ડોકટરો માટે “ડોક્ટર ફન લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
“ABC ટ્રસ્ટ” દ્વારા DFL-4 નું આયોજન કરાયું
અમદાવાદ,તા.૦૧
શહેરના સાણંદ ખાતે તાજેતરમાં “ABC ટ્રસ્ટ” અને “DFL કમિટી” દ્વારા એક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ૧૧મી જુન ૨૦૨૨થી ૧ જુલાઈ શુક્રવાર સુધી કરાયું હતું. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદના ડોક્ટરોએ ભાગ લીધો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક ડો. જી.એ. શેખ (મુન્ના ભાઈ) અને ડો. નિજામ સેય્યદના જણાવ્યા પ્રમાણે “ABC ટ્રસ્ટ” અને “DFL કમિટી” દ્વારા આ ચોથી વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો. જેમાં M.S., M.D., M.B.B.S., B.A.M.S., B.U.M.S., Danties, B.H.M.S. તથા ફીજીયોથેરાપીસ્ટ ડોક્ટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સાણંદ પાસે કણેટી ગામ ખાતે રમાડવામાં આવી હતી. ફાઈનલ મેચનો મુકાબલો મુસ્કાન “ABC” ટીમ અને ટી.કે.એમ.ની ટીમ વચ્ચે થયો હતો .ખુબ જ રસાકસી બાદ ફાઈનલ મેચનો મુકાબલો ટી.કે.એમ.ની ટીમે મેચ જીતીને ટીમ ચેમ્પિયન બની હતી. “ABC ટ્રસ્ટ”ના સંચાલક ડો. જી.એ. શેખ (મુન્ના ભાઈ) અને ડો. નિજામ સેય્યદને આ ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન કરવા બદલ ખુબ-ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.