અમદાવાદના એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ ફિલ્મના પ્રિમિયર શોનું આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા)
અમદાવાદ,તા.૧૬
અમદાવાદ શહેરના સેટેલાઇટ ખાતે આવેલ એ.બી. મીનીપ્લેક્ષમાં ફિલ્મ ‘અડકો દડકો’ના પ્રિમિયર શોનું આયોજન કરાયું હતું.

આ પ્રિમિયર શોમાં ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ તથા ફિલ્મના ડાયરેક્ટર સન્ની કુમાર પરીખ તથા ફિલ્મના પબ્લીસીટી પાટૅનર સૈની પ્રોડક્શનના માલીક કુણાલ અમીન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ફિલ્મના બધા કલાકારોએ સારો અભિનય કરીને પ્રેક્ષકોને ખુશ કર્યા છે, આ ફિલ્મ ઝબરદસ્ત લવ સ્ટોરી અને કોમેડીથી ભરપુર છે.