અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ,
શહેરના કૃષ્ણાપાર્ક સોસાયટી, જશોદાનગર પાસે “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રોગ્રામમાં “ઉમંગ સેવા ટ્રસ્ટ”ના ટ્રસ્ટી ભરતભાઈ જૈન, તેમજ મિત્રો મનોજભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન અને અંકિતભાઈ જૈન એ હાજર રહીને બધાને પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.