(હર્ષદ કામદાર)
રણનીતિ રૂપે અગત્યનો દેશ અફઘાનિસ્તાન પર હાલમાં તાલિબાનીઓએ કબજાે કરી લીધો છે જેને કારણે પડોશી દેશો ચીન, પાકિસ્તાન અને ભારતમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. પાકિસ્તાન અને તાલિબાનો વચ્ચે સંબંધો સારા રહ્યા છે પાકિસ્તાન પર આતંકી સંગઠનનોને સપોર્ટ કરવાના આક્ષેપો થતા રહ્યા છે જાેકે પાકિસ્તાન હંમેશાં આક્ષેપોનો ઇન્કાર કરતું રહ્યું છે… પરંતુ જ્યારે તાલીબાનોએ કાબુલ કબજે કર્યું ત્યારે પાકિસ્તાનનું જૂઠાણું જાહેર થઈ ગયું… પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે અફઘાનિસ્તાનીઓએ ગુલામીની જંજીરો તોડી નાખી છે. તાલિબાનો અફઘાનનુ શાસન ચલાવવાની રીતો બાબતે ચર્ચા કરી રહ્યા છે… તેઓને શાસન કરતા તરીકેનો અનુભવ અધકચરો છે. એટલા માટે શાસન કરવાની રીતો બાબતેની ચર્ચામાં પાક.ના અધિકારીઓને સામેલ કર્યા છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે એવી સમજૂતી કરવા માંગે છે કે જેથી ત્યાંના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સ્થપાય. પરંતુ અફઘાનિસ્તાનમાં અગત્યની ભૂમિકા તાલિબાનોના હાથમાં જ રહેશે અને આ તાલીબાનો સાઉદી અરબમાં જે શરિયા કાનુન છે તેનો જ અમલ અમલ કરે છે. જ્યારે કે પાક.નો સ્વાર્થ છે તાલિબાનો સાથે સંબંધો વિકસાવી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાનો… પરંતુ પાક.ને તે માટે સફળતા મળશે કે કેમ એ તો સમય જ કહેશે કારણ તાલીબાનોએ ભારત બાબતે કોઈ ટીકા ટીપ્પણી કરી નથી….એક હરફ ઉચ્ચાર્યો નથી તો ભારતે પણ તાલીબાનો બાબતે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી.અને આ બાબત ભારત અને તાલીબાનો વચ્ચે લાભપ્રદ બની શકે. બીજી તરફ ચીન તાલિબાનોને પાક દ્વારા હથિયારો સહિતની સહાય પુરી પાડી રહ્યું હતું તેવા આરોપો થતા રહ્યા છે છતાં ચીનની કોઈ મોટી ભાગીદારી દેખાઈ રહી નથી. પરંતુ ચીનની નજર અફઘાનિસ્તાનમાં વિપુલ પ્રમાણમા મળી આવતી ખનીજ સંપદા “લિથિયમ” ના ભંડારો પર છે. ચીનની નીતિ પડોશી દેશોમાં ઘુસણખોરી કરવાની રહી છે એ નીતિ અનુસાર ચીને પાકિસ્તાન સાથે દોસ્તી કરી આર્થિક ભરપૂર સહાય કરી પાક.ને ગુલામ બનાવી દીધું અને પછીથી ભારતના પાકિસ્તાનના કબજામાં રહેલ “પોક” વિસ્તારમાં ડેરા તંબૂ તાણવાની શરૂઆત કરી દીધી જેમા સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે ડેમ બાંધવાનું શરુ કરી દીધું… પરંતુ ચીનની નજર અહીં મળી આવતા યુરેનિયમના ભંડારો પર છે. કારણ કે આ વિસ્તારમાં યુરેનિયમના ભંડારો છે અને એ કારણે ચીન-પાકિસ્તાન દ્વારા તાલિબાનો સાથે સંબંધો કેળવી લિથીયમનો મોટો ભંડાર મેળવવા માંગે છે. ટૂંકમાં ચીનને મોટી લાલચ છે…. પરંતુ તેને ડર છે શિનજીયાગના આતંકીઓનો……!
દગાખોર અને લાલચી ચીનને ડર એ છે કે પશ્ચિમી શિનજીયાગ વિસ્તારને બીજિંગ વિરોધી તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ આંતકવાદીઓથી બચાવવા સામનો કરવાની તૈયારી કરી છે ત્યારે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં આશરો લઈ શકે છે જે ચીન માટે તકલીફરૂપ હોવાથી પાક દ્વારા તાલિબાનો સાથે મિત્રતા કેળવવા માટે આગળ વધી શકે તેવી શક્યતા છે. તેમજ પોતાના સ્વાર્થને કારણે કદાચ ચીન તાલિબાની શાસનને રાજકિય માન્યતા પણ આપે અને આર્થિક સહાય કરે તેવી સંભાવનાને કારણે ચિંતા વધી છે. જ્યારે ભારતને અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હતું તે સમયની કડવી યાદો છે. તાલિબાન પાકિસ્તાનના સંબંધોમાં ભારતનુ એરલાઈન્સનું વિમાન યાત્રીઓ સાથે અપહરણ કરી અફઘાનિસ્તાનના કંધારમાં ઉતારેલ જેના છૂટકારા માટે પાકિસ્તાની આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. ત્યારે ભારતીય વિમાનનો છૂટકારો થયો હતો. જાે કે ભારતે આજ સુધી તાલિબાન બાબતે કે અફઘાનિસ્તાન બાબતે ચિંતામાં હોવા છતાં એક પણ હરફ ઉચ્ચાર્યો નથી અને ત્યાં ફસાયેલા ભારતીયોને એન કેન પ્રકારે ભારત લાવી રહ્યુ છે. બીજી તરફ તાલીબાનોએ પણ ભારત બાબતે કોઈ હરફ ઉચ્ચાર્યો નથી જે નોંધનિય છે.
અફઘાનિસ્તાનના લગભગ પ્રાંતોમાં ભારતના વિકાસ પ્રોજેક્ટો ચાલી રહ્યા હતા. જે અત્યારે ઠપ છે. ભારતે તાલિબાનો સાથે સંપર્ક કરવા પ્રયાસો હાથ ધર્યા છે કહેવાય છે કે સામાન્ય સ્તરે તાલિબાનો સાથે વાતચીત થઈ હતી. ભારતે રશિયા સાથે પણ તાલીબાનો બાબતે વાત કરી છે એટલે કદાચ ભારતને તાલિબાનો સાથે વાતચીત કરવાથી સફળતા મળી શકે…..! જ્યારે કે તાલિબાની શાસકોને સરળતાથી શાસન ચલાવવું છે, શાસન કરવાનું શીખવું છે એટલા માટે ભારત અફઘાનિસ્તાનમાં વિકાસ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યુ હતુ તેમાં તાલિબાનોને પણ રસ હોઈ શકે તે સ્વાભાવિક છે…. એટલે ભારતને તાલીબાનો સાથે સંબંધો કેળવવામા સફળતા મળે તેવી સંભાવના વધુ છે….! પરંતુ ભારત પોતાની કૂટનીતિ અનુસાર ફુંકી ફુકીને ધીરી ગતિએ આગળ જઈ રહ્યું છે…..!