અનુરોધ : આજે જુમ્માની નમાજ બાદ રોડ પર એકઠા થવું નહીં : કસ્બા “અંજૂમને ઇસ્લામ” દ્વારા કરાયેલો અનુરોધ
રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્વક તેમજ સદભાવનાથી ઉજવાય તે માટે શહેરના વહીવટી તંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સાથ અને સહકાર આપવા અનુરોધ
ભાવનગર,
અનુરોધ : આજે જુમ્માની નમાજ બાદ રોડ પર એકઠા થવું નહીં : કસ્બા અંજૂમને ઇસ્લામ દ્વારા કરાયેલો અનુરોધ ઉદેપુરના બનાવ બાબતે સોશિયલ મીડિયામાં કોઈપણ ઉશ્કેરણીજનક પોસ્ટ ફોરવર્ડ ન કરવી.
આજે તારીખ પહેલી જુલાઈને શુક્રવારના રોજ ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે રથયાત્રાના દિવસે શુક્રવાર હોય જુમ્માની નમાજ બાદ રોડ પર એકઠા થવું નહીં તેમ કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબૂબભાઈ શેખે જણાવ્યું છે. આ સાથે કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહીં તેમજ કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્વક તેમજ સદભાવનાથી ઉજવાય તે માટે શહેરના વહીવટી તંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સાથ અને સહકાર આપવા અનુરોધ કર્યો છે.
ઉદેપુર હત્યાકાંડને કસ્બા અંજુમને ઇસ્લામ, તમામ ઉલેમાએ કિરામ તથા મુસ્લિમ સમાજના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ઉદેપુરના દુઃખદ બનાવ બાબતે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક પોસ્ટ ફોરવર્ડ કરવી નહીં તેનો પણ અનુરોધ કર્યો હતો . . . . . . . . .