બિશન સિંહ બેદીએ કપિલ દેવ અને અનિલ કુંબલેની ઘટનાને યાદ કરી
ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલે ઇતિહાસમાં ભારતના સૌથી મોટા મેચ વિજેતામાંથી એક રહ્યો છે પરંતુ મોટાભાગના ખેલાડીઓની જેમ તેમના કરિયરની શરૂઆતના કેટલાક વર્ષ સારા ન હતા. 1990માં જ્યારે કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો તો કેટલાક લોકો આ નિર્ણયની વિરૂદ્ધ હતા કારણ કે તે મોટાભાગના સ્પિનરથી અલગ હતો. અનિલ કુંબલે લાંબો હતો પરંતુ બોલને વધુ ટર્ન કરાવી શકતો ન હતો. જો કે, તેની પાસે સચોટ અને ગતિમાં વિવિધતા કરવાની કળા હતી, તે દરમિયાન એક મેચમાં તેનાથી એક કેચ છૂટી ગયો તો કપિલ દેવે તેને ખરી ખોટી સંભળાવી હતી, જે બાદ તે રડી પડ્યો હતો.
મહાન સ્પિનર બિશન સિંહ બેદીએ 1990માં મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી એક ટેસ્ટ મેચની ઘટના જણાવી છે. જ્યા કપિલ દેવે અનિલ કુંબલેને ફટકાર લગાવી હતી. ટી બ્રેક પહેલા કપિલ દેવે અનિલ કુંબલેને ડીપ ફાઇન લેગ પર પ્લેસ કર્યો હતો. તે બાદ તેને એલન લૈમ્બને બાઉન્સર ફેક્યો અને તેને બોલને હુક કર્યો તો આ એક સીધો કેચ લાગી રહ્યો હતો. કપિલ દેવ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના વર્લ્ડ રેકોર્ડ તોડવાથી માત્ર એક વિકેટ દૂર હતો પરંતુ કુંબલેએ આ કેચ ડ્રોપ કરી દીધો હતો. આ કારણે કપિલ દેવે અનિલ કુંબલેને ફટકાર લગાવી હતી.
બિશન સિંહ બેદીએ ધ મિડ વિકેટ ટેલ્સમાં જણાવ્યુ, આ અનિલ કુંબલેની પ્રથમ ટેસ્ટ મેચ હતી. હું ઓલ્ડ ટ્રેફર્ડમાં ક્રિકેટ મેનેજર હતો. અનિલ કુંબલેએ કેચ છોડી દીધો હતો અને કપિલ દેવે તેને મેદાન પર જ ફટકાર લગાવી હતી. આ તેનું ડેબ્યૂ હતુ અને મને લાગે છે કે કપિલ દેવ ત્યાર સુધી 100 ટેસ્ટ મેચ રમી ચુક્યો હતો. જ્યારે હું ડ્રેસિંગ રૂમમાં ગયો તો મે તેને રડતો જોયો હતો. બની શકે કે તેને મજબૂત કર્યો હોય. તે સમયે આંસૂ વહાવવા જરૂરી હતા. આ મહત્વપૂર્ણ હતુ કે બાદમાં જે સામે આવ્યુ તેની માટે તેને તે સમયે ખરાબ લાગ્યુ. તે બાદ તે મજબૂત બન્યો અને ભારતનો ટોપ વિકેટ ટેકર બન્યો હતો.