સેવાલિયા,
સેવાલીયા પાસે આવેલ મહીસાગર નદીના બ્રિજ પાસે અટલાદરાથી અમદાવાદ તરફ જતી જીજે.૧૮.ડી.૨૩૯૦ નંબરની એસટી બસમાં ૭૭ મુસાફરો સવાર હતા. જેમાં એસટી બસના પાછળના ભાગેથી રિવેટો તૂટતા બસનું પતરૂ ફાટવાનો અવાજ આવતા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. મુસાફરોએ દોરી ખેંચી બસ ઉભી રખાવી હતી. જે બાદ તમામ મુસાફરો જીવ બચાવવા એસટી બસની નીચે ઉતરી ગયા હતા. મુસાફરોએ રોષ પૂર્વક જણાવ્યું હતુ કે એસટી વિભાગની ઘોર બેદરકારી આજે કેટલીય જિંદગીનો ભોગ લેત.
એસટી વિભાગના જવાબદારો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો કિસ્સો સેવાલીયા પાસે ઘટી ચુક્યો છે. એસટી બસમાં સવાર તમામ મુસાફરોનો એક જ સુર છે કે આવા બેદરકાર જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવા જાેઈએ. અટલાદરાથી અમદાવાદ તરફ જઈ રહી તે દરમિયાન એસટીના પાછળના ભાગેથી રિવેટો તૂટી ગઈ હતી અને મુસાફરોએ ચીસાચીસ કરી મુકતા અમે વાહન ઉભું રાખ્યું હતું. પાછળ જાેયું તો પાછળથી બોડી તૂટી ચુકી હતી. જે બાબતે જવાબદાર અમારા સર્વિસ મિકેનિક હેડ છે. અટલાદરાથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં પાછળના ભાગેથી બોડી ફાટી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. સેવાલિયા પાસે બનેલ બનાવ દરમિયાન બસમાં ૭૭ જેટલા મુસાફરો સવાર હતા. જે મુસાફરોએ ચીસાચીસ કરી બસ ઉભી રખાવી બસમાંથી ઉતરી ગયા હતા. એસ.ટી. તંત્રની આવી બેદરકારી મામલે સખત કાર્યવાહી કરવા મુસાફરોએ માંગ કરી છે.