Safeer News

Breaking News from Ahmedabad

દેશ

Trending News : IAS ઓફિસરે માતા માટે શેર કરી આ પોસ્ટ, લખ્યું- આપણે છેલ્લી પેઢી છીએ જેમણે…

IAS અર્પિત વર્માએ ટ્વિટર એકાઉન્ટ પરથી આ લાઈન્સ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, ‘અમે છેલ્લી પેઢી છીએ, જેમની પાસે એવી માસૂમ માતા છે કે જેનું ન તો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, ન તો ફોટો, સેલ્ફીનો શોખ છે.’

ટેક્નોલોજીના આ યુગમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ ટેક્નોલોજીના આ યુગમાં થઈ રહેલા પરિવર્તનો સાથે અદ્યતન રહેવા માંગે છે. જો કે થોડા વર્ષો પાછળ જોઈએ તો, ટેક્નોલોજી આજની જેમ વિકસિત નહોતી. હવે એક IAS ઓફિસરે તે જમાનામાં સમય વિતાવનાર તેની માતા માટે કેટલીક લાઈન શેર કરી છે.   

2015 બેચના IAS ઓફિસર અર્પિત વર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ લાઈન્સ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, ‘આપણે છેલ્લી પેઢી છીએ, જેમની પાસે એવી માસૂમ માતા છે કે જેનું ન તો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, ન તો ફોટો, સેલ્ફીનો શોખ છે.’ તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘તેમને એ પણ ખબર નથી કે સ્માર્ટફોનનું લોક કેવી રીતે ખોલવું. જેમને તેમની જન્મ તારીખ ખબર નથી. તેમણે પોતાનું આખું જીવન ખૂબ જ ઓછી સુવિધાઓમાં વિતાવ્યું, કોઈ ફરિયાદ વિના… હા, આપણે છેલ્લી પેઢી છીએ જેમની પાસે આવી માતા છે… લવ યુ મા…’   

https://twitter.com/arpit_verma13/status/1526091664368218112?t=LQAsFgHejO_zOnx_hqw1Ig&s=19   

ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ લાઈનો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ લાઈન્સમાં ઘણું સત્ય જોઈ રહ્યા છે. લોકો IAS ઓફિસરની આ પોસ્ટને સતત શેર કરી રહ્યાં છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *