IIMમાં કોરોના વિસ્ફોટ 53 પોઝિટીવ

0

(અબરાર અલ્વી)

અમદાવાદ. તા. 29
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદની ઇન્ડીન ઇન્સટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં કોરોનાથી સંકમીત થયેલા લોકોની સંખ્યા 53 પર પહોંચી છે. 12 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ મેચ જોવા IIMના 6 વિદ્યાર્થીઓ ગયા હતા. જેમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ લેબમાં કોરોના ચેક કરાવ્યો હતો. 16 તારીખે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ દરમિયાન તેમણે પોતાના સરનામા તેમના વિસ્તારના આપ્યા હતા. જેથી તેઓ ટ્રેસિંગ કરી શક્યા ન હતા. ત્યાર બાદ કેમ્પસમાં અન્ય 23 વ્યક્તિ સંક્રમિત થયા હતા ત્યાર બાદ એએમસી દ્વારા આઇઆઇએમ કેમ્પસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 27 માર્ચે 109 લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં હતા જે પૈકી 5 વિદ્યાર્થીઓ સહિત વધુ 3 લોકો પોઝિટીવ આવતા કોરોનાથી સંક્રમીત થયેલા લોકોની સંખ્યા 53 પર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here