Safeer News

Breaking News from Ahmedabad

દેશ

Edible Oil Price: ખાદ્યતેલ હવે વધુ મોંઘુ નહીં થાય! જાણો સરકારની નવી યોજના

વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે સરકાર તેના પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કાચા ખાદ્ય તેલની આયાત પર ડ્યૂટીમાં વધુ ઘટાડો કરી શકે છે.

સરકાર તૈયારી કરી રહી છે

વાસ્તવમાં ખાદ્યતેલના વધતા ભાવે રસોડાનો સ્વાદ બગાડ્યો છે. હવે આ વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકાર નવી યોજના બનાવી રહી છે. મનીકંટ્રોલમાં છપાયેલા સમાચાર અનુસાર મામલાના જાણકારોના મતે સરકાર આયાત પર અન્ય બે સેસ ઘટાડવાની તૈયારી કરી રહી છે. આ સિવાય સરકાર વર્તમાન ડ્યૂટી કપાતને સપ્ટેમ્બરથી આગળ પણ લંબાવી શકે છે.

ક્રૂડ ખાદ્ય તેલ પર આયાત શુલ્ક કેટલી છે

નોંધપાત્ર વાત એ છે કે હાલમાં દેશમાં કાચા ખાદ્ય તેલની આયાત પર 5.5 ટકા ડ્યૂટી છે, જે અગાઉ 8.25 ટકા હતી. હાલમાં ખાદ્યતેલ માટે ટેક્સ સિસ્ટમ 2 સેસ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સરકારે AIDCને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો. ત્યારબાદ ક્રૂડ ખાદ્ય તેલની આયાત પરની એકંદર ડ્યૂટી ઘટીને 5.5 ટકા થઈ ગઈ હતી.

આ બાબતે CBDT અને કસ્ટમ અધિકારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી આ કપાત આગળ પણ ચાલુ રહી શકે છે. ખરેખર, ખાદ્યતેલના ઉત્પાદનની સમસ્યા માત્ર ભારતના સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ છે, તેથી સતત વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કપાત ચાલુ રાખવાથી સ્થાનિક બજાર પર મધ્યમ અને લાંબા ગાળાની નોંધપાત્ર અસર પડશે પરંતુ અત્યારે અન્ય કોઈ વિકલ્પ નથી. સરકાર એ પણ ચિંતિત છે કે સતત આયાત પ્રોત્સાહન આખરે સ્થાનિક રિફાઇનિંગ ઉદ્યોગ અને તેલ ઉત્પાદકો પર પ્રતિકૂળ અસર કરશે. આવી સ્થિતિમાં સરકાર ચોક્કસપણે કોઈ મોટું પગલું લઈ શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *