આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ ઉપરાંત વ્યવહારિક જીવન વિશે ઘણી બધી વાતો કહી છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે આપવામાં આવેલા પાઠનો પણ સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલા નીતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ હંમેશા કેટલીક બાબતોથી દૂર રહેવું જોઈએ, નહીં તો તેમના સંબંધો બગડી શકે છે.

પતિ-પત્નીએ ચાણક્ય નીતિની આ બાબતો અપનાવવી જોઈએ

કેટલીક બાબતોથી દુર રહો

આચાર્ય ચાણક્ય કહે છે કે પતિ-પત્નીના સંબંધોને હંમેશા મજબૂત રાખવા માટે જરૂરી છે કે તેઓ હંમેશા કેટલીક બાબતોથી દૂર રહે.

જૂઠ: 

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ઈમાનદારી, સત્યતા અને વિશ્વાસ પર આધારિત છે. જો તેઓ એકબીજા સાથે જૂઠું બોલે છે તો તેમનો સંબંધ તૂટવાની આરે પહોંચી શકે છે. સંબંધ પણ તૂટી શકે છે.

ગુસ્સો: 

ગુસ્સો એક એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ ભૂલી જાય છે કે તે શું કરી રહ્યો છે અથવા શું બોલે છે. ક્યારેક ગુસ્સામાં આવી વાત બોલે છે જે આખી જીંદગી ડંખે છે. પતિ-પત્નીએ એકબીજા પર ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ.

ગોપનીયતા: 

એવી ઘણી વસ્તુઓ છે જે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ રહેવા માટે સારી છે. જો કોઈ ત્રીજી વ્યક્તિ પતિ-પત્નીની અંગત બાબતો વિશે જાણશે તો તે તેમના સંબંધો માટે સારું નથી.

અપમાન: 

પતિ-પત્નીના સંબંધ માટે જેટલો મહત્ત્વનો પ્રેમ છે, તેટલો જ મહત્ત્વનો એકબીજા પ્રત્યેનો આદર છે. તેઓએ ભૂલથી પણ એકબીજાનું અપમાન ન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here