એશિયા કપની નવી સિઝન વધુ દૂર નથી. ૬ દેશોની ટૂર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મુલતાનમાં નેપાળ સામે થશે. એશિયા કપમાં કુલ ૧૩ મેચો રમાવાની છે. ૪ મેચ પાકિસ્તાનમાં રમાશે અને ફાઈનલ સહિત ૯ મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી છે.

ભારત, પાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. ટૂર્નામેન્ટનું આયોજક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે. ફાઈનલ ૧૭ સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ૨ સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચની ટિકિટ વધુમાં વધુ ૨૫,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપમાં નંબર-૧ અને નંબર-૨ પર રહેવાની ખાતરી છે. નેપાળની ટીમ પ્રથમ વખત બંને દેશો સામે વનડે મેચ રમશે.

સુપર-૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કર ૧૦ સપ્ટેમ્બરે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આવી સ્થિતિમાં, આ મેચની ટિકિટ ૬૦૦ ડોલર એટલે કે, લગભગ ૫૦ હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. આ લીગ રાઉન્ડ કરતા બમણું છે. ફાઈનલ મેચની ટિકિટ પણ વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦માં ઉપલબ્ધ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સંભવિત સુપર-૪ અને ફાઇનલ મેચની સૌથી સસ્તી ટિકિટ લગભગ ૪,૦૦૦ રૂપિયા છે. આ સિવાય ચાહકો ૮ હજાર, ૧૦ હજાર, ૧૨ હજાર અને ૧૬ હજાર રૂપિયામાં મેચની ટિકિટ પણ ખરીદી શકે છે. જાે ભારત અને પાકિસ્તાન સુપર-૪માં ટોપ-૨માં સ્થાન બનાવવામાં સફળ રહે છે, તો ફાઇનલમાં બંનેની ટક્કર થઈ શકે છે.

એશિયાના રેકોર્ડની વાત કરીએ તો ભારતે સૌથી વધુ ૭ વખત આ ખિતાબ જીત્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ ૬ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે જ્યારે પાકિસ્તાન બે વખત જીત્યું છે. એશિયા કપ બાદ ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન ODI વર્લ્ડ કપમાં ટકરાશે. આ મેચ જાેવા માટે ૧ લાખથી વધુ પ્રશંસકો સ્ટેડિયમમાં પહોંચી શકશે. અને હવે હોટલનું ભાડું પણ લાખોમાં પહોંચી ગયું છે. મેચની ટિકિટોનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here