અમદાવાદ,
AIMIM પ્રદેશ પ્રમુખ ગુજરાત રાજ્ય, સાબીર કાબલીવાલાની મંજૂરીથી અને એડવોકેટ શમશાદ ખાન પઠાણ (અમદાવાદ શહેર પ્રમુખ)એ AIMIMના કાર્યાલય ખાતે અમદાવાદ શહેર લીગલ સેલ પ્રમુખ તરીકે એડવોકેટ ઇમતિયાજ ખાન યાકુબખાન પઠાણની નિમણૂક કરી હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશનાં નિરીક્ષક અહેમદહુસેન બેનજીવાલા, નશીરૂદ્દીન ચિસ્તી, અને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલરો મુસ્તાકભાઈ ખાદીવાલા, સુહાનાબેન મનસુરી, ઝૈનબબેન શેખ, અફ્શાનાબેન ચિસ્તી, બીનાબેન પરમાર અને અમદાવાદ શહેરના યુવા પ્રમુખ શાહનવાઝખાન પઠાણ (સીબુભાઈ) તથા અમદાવાદ શહેરના મહામંત્રી, સહમંત્રી સંગઠન મંત્રી, અમદાવાદ શહેર મીડિયા ઇન્ચાર્જ, અમદાવાદ શહેરના તમામ વોર્ડ પ્રમુખો, તમામ વોર્ડના હોદ્દેદારો હાજર રહ્યા હતા તથા મોટી સંખ્યામાં AIMIMના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

AIMIM પાર્ટીમાં લીગલ સેલ પ્રમુખ તરીકે એડવોકેટ ઇમતિયાજ ખાનની નિમણૂક થતા AIMIMના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા, શહેર પ્રમુખ શમશાદ ખાન પઠાણ, કાર્યકર્તાઓ તથા મિત્રોએ એડવોકેટ ઇમતિયાજ ખાનનું ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી.