AIMIM દ્વારા પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટરનું નવિનીકરણ તથા સાધન અને ફુલ ટાઈમ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ કરવાની માંગ

0

અબરાર અલ્વી

અમદાવાદ,તા.3

દરિયાપુર ટાવર સામે આવેલ કોર્પોરેશન સંચાલિત પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટર છેલ્લા ઘણાં વર્ષોથી ખસ્તા હાલતમાં છે.
ઓપીડી માત્ર બે કલાક ચાલે છે બિલ્ડીંગ જર્જરિત હાલતમા છે સાધનોની અછત અને બીજી ઘણી ખામીઓ છે !

મનપા ચુંટણી પહેલા અમે કેટલાક જવાબદાર લોકોને મૌખિક ફરિયાદ કરી હતી છતાં કોઈ પરિણામ નથી મળ્યો પણ છેલ્લા ઘણા દિવસોથી દરિયાપુરનાં જુદા જુદા વિસ્તારોથી મોટા પ્રમાણમાં અર્બન હેલ્થ સેન્ટરની ફરીયાદ આવતા AIMIM દરિયાપુર વોર્ડનાં યુવા પ્રમુખ જાબીર ભાઇ પટેલ અને અનીસ શેખે આજે અમદાવાદ મેયર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીની રૂબરૂ મુલાકાત લઈ લેખીતમાં પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટરનુ નવિનીકરણ સાથે સાધન અને ફુલ ટાઈમ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ કરવા માંગ કરી છે !
જો માંગણી સ્વિકારવામાં નહી આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉગ્ર આંદોલન માટે તૈયાર રહેવું પડશે તેવી ચીમકી AIMIM અમદાવાદ શહેર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here