આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. જે અંતર્ગત 15/05/2022નાં BTPનાં ધારાસભ્ય મહેશ વસાવા અને આમ આદમી પાર્ટીનાં ઉપ પ્રમુખ અર્જુન રાઠવાના નેજા હેઠળ ઉમરગામથી વાપી સુધીની ગુજરાત પરિવર્તન યાત્રાનું અયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વાહનો પર આપ પાર્ટીના ઝંડા લગાવી ઉમરગામના અક્રા મારુતિ મંદિર ખાતેથી વાપી સુધી ગુજરાત પરિવર્તન યાત્રાનું અયોજન કર્યું હતું. વાપી ખાતે સંપન્ન થયેલી આ યાત્રામાં પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી તથા સુરતનાં કોર્પોરેટરો અને BTP-આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો જોડાયા હતા. જો કે રેલીમાં કોઈ સ્થાનિક નેતા જોડાયો ના હોય આમ આદમી પાર્ટીની ગુજરાત પરિવર્તન યાત્રા ફિક્કી રહી હતી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો ભાજપનો ગઢ છે. અહીં જિલ્લાની તમામ પાંચેય વિધાનસભા ભાજપ શાસિત છે. એટલે આમ આદમી પાર્ટી અહીં કેટલું જોર કરશે તે તો ચૂંટણી વખતે જ જોવા મળશે. પરંતુ આમ આદમી પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીમાં ભાજપને માત આપવાની તૈયારી કરી હોય આ વખતે ભાજપ કોંગ્રેસને બદલે ભાજપ-આપ વચ્ચે મતોનું ધ્રુવીકરણ થશે તેવો વર્તારો રાજકીય પંડિતોએ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here