Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

સહેવાગની ભવિષ્યવાણી, ભારત નહી આ ટીમ જીતી શકે છે એશિયા કપનો ખિતાબ

શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ ટીમના એશિયા કપ 2022 સુપર 4 મેચ પહેલા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એક મોટી ભવિષ્યવાણી કરી છે અને કહ્યુ છે કે, આ વર્ષે એશિયા કપમાં કોણ ચેમ્પિયન બનશે. સહેવાગે કહ્યુ કે, ભારત માટે આગામી મેચ મહત્વની છે. સુપર 4ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોનો મુકાબલો છે. સહેવાગે ભવિષ્યવાણી કરી છે કે જો ભારત એક પણ મેચ હારે છે તો પાકિસ્તાન વિજેતા બની શકે છે.

વિરેન્દ્ર સહેવાગે કહ્યુ, જો ભારત સંયોગથી એક મેચ હારી જાય છે તો તે ટૂર્નામેન્ટની બહાર થઇ જશે. પાકિસ્તાનને ફાયદો છે, કારણ કે જો તે એક મેચ હારે છે અને બીજી જીતી જાય છે તો તેની નેટ રન રેટ તેને ફાઇનલમાં લઇ જશે કારણ કે તેને એક મેચ ગુમાવી છે અને બે મેચ જીતી છે. ભારત એક મેચ હારી ગયુ છે અને જો તે બીજી મેચ હારી જાય છે તો બહાર થઇ  જશે. માટે ભારત પર દબાણ છે.

વિરેન્દ્ર સહેવાગે કહ્યુ, પાકિસ્તાન લાંબા સમય પછી ફાઇલનમાં રમશે અને તેને એશિયા કપમાં પણ લાંબા સમય પછી ભારતને હરાવ્યું છે. આ વર્ષ પાકિસ્તાનનું પણ હોઇ શકે છે. પાકિસ્તાને અંતિમ વખત 2014માં એશિયા કપની ફાઇનલ રમી હતી જ્યારે તે શ્રીલંકા સામે પાંચ વિકેટે હારી ગયુ હતુ. કુલ મળીને પાકિસ્તાને ભારતને સાત અને શ્રીલંકાના પાંચની તુલનામાં માત્ર બે વખત એશિયા કપ જીત્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ 2022ની ફાઇનલમાં પહોચવા માટે આજે એટલે કે 6 સપ્ટેમ્બરે શ્રીલંકાને અને 8 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનને હરાવવુ પડશે. તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો રમાઇ શકે છે, જે એશિયા કપની 15મી સીઝનની ફાઇનલ હશે. જો આમ થાય છે તો ભારત અને પાકિસ્તાન સહિત ક્રિકેટના કરોડો ફેન્સ માટે આ કોઇ ટ્રીટથી ઓછુ નહી હોય.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *