Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ભાજપના સ્થાપના દિન પર પીએમ મોદીએ કહ્યું, “અમે જેટલા કામ કર્યા, તેની ચર્ચામાં કેટલાક કલાક લાગશે”

ભારતીય જનતા પાર્ટી આજે પોતાના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે

ભારતીય જનતા પાર્ટી આજે પોતાના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પોતાના કાર્યાલયમાં પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો. પીએમ મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. બીજી તરફ લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલય પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાગ લીધો હતો.

પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક સમય પહેલા દેશે 400 બિલિયન ડૉલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનોના નિકાસનું લક્ષ્ય પૂર્ણ કર્યુ છે. કોરોનાના આ કાળમાં આટલુ મોટુ લક્ષ્ય મેળવવુ ભારતના સામર્થ્યને બતાવે છે.

આજે દેશ પાસે નીતિ પણ છે, નિયત પણ- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે, અમારી સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખતા કામ કરી રહી છે. આજે દેશ પાસે નીતિ પણ છે અને નિયત પણ છે. આજે દેશ પાસે નિર્ણયશક્તિ પણ છે અને નિશ્ચયશક્તિ પણ છે. માટે આજે અમે લક્ષ્ય નક્કી કરી રહ્યા છીએ અને તેને પૂર્ણ પણ કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યુ કે આ વખતનો સ્થાપના દિવસ ત્રણ કારણે મહત્વપૂર્ણ છે. પ્રથમ કારણ છે કે આ સમય આપણે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. આ પ્રેરણાનો ઘણો મોટો પ્રસંગ છે. બીજુ કારણ છે- ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ, બદલતો ગ્લોબલ ઓર્ડર. જેમાં ભારત માટે સતત નવી સંભાવના બની રહી છે. ત્રીજુ કારણ પણ એટલુ જ મહત્વનું છે. કેટલાક અઠવાડિયા પહેલા ચાર રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકાર પરત ફરી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં કોઇ પાર્ટીના સભ્યની સંખ્યા 100 સુધી પહોચી છે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે વિશ્વ સામે એક એવુ ભારત છે જે ડર્યા વગર અથવા કોઇના દબાણ વગર, પોતાના હિતો માટે અડિગ રહે છે. જ્યારે આખી દુનિયા બે વિરોધી ધ્રુવોમાં વહેચાઇ હોય ત્યારે ભારતને આવા દેશના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે જે દ્રઢતા સાથે માનવતાની વાત કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ અમૃત કાળમાં ભારતનો વિચાર આત્મનિર્ભરતાનો છે, લોકલને ગ્લોબલ બનાવવાનું છે, સામાજિક ન્યાય અને સમરસતાનું છે. આ સંકલ્પોને લઇને એક વિચારબીજના રૂપમાં અમારી પાર્ટીની સ્થાપના થઇ હતી, માટે આ અમૃત કાળ ભાજપના દરેક કાર્યકર્તા માટે કર્તવ્ય કાળ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *