Safeer News

Breaking News from Ahmedabad

દેશ

બેંક યુનિયનની હડતાળ ૨૮, ૨૯ માર્ચે બેંકનું કામકાજ બંધ રહેશે

શનિ, રવિ બેંક રજા અને સોમ, મંગળ બેન્કોમાં હળતાલથી રજા

નવીદિલ્હી,
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે જણાવ્યું છે કે બેંક યૂનિયન તરફથી કરવામાં આવેલી હડતાળની જાહેરાતના પગલે ૨૮ માર્ચ અને ૨૯ માર્ચે બેંકનું કામકાજ પ્રભાવિત રહેશે. તમને જણાવી દઈએ કે આ હડતાળ પ્રાઈવેટાઈઝેસનના વિરોધમાં કરવામાં આવી રહી છે. SBI તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે પુરેપુરી કોશિશ કરીશું કે ગ્રાહકોને હડતાળ દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે. બેંક અધિકારીઓનું કહેવું છે કે આ ચાર દિવસો સુધી બેંકમાં કોઈ કામકાજ નહીં થાય તો બેંકના એટીએમ પણ ખાલીખમ થઈ શકે છે. તેમનું કહેવું છે કે મહાનગરો અને મોટા શહેરોમાં, જ્યાં એટીએમમાં થર્ડ પાર્ટી કેશ ભરે છે, ત્યાં કોઈ મુશ્કેલી નડશે નહીં. પરંતુ જે એટીએમમાં કેશ ભરવાનું કામ બેંકનો સ્ટાફ કરે છે, ત્યાં રૂપિયાની અછત સર્જાઈ શકે છે.

બે દિવસીય હડતાળની જાહેરાત ઓલ ઈન્ડિયા બેંક ઈમ્પલાયીઝ એસોસિએશને આપી છે. આ હડતાળમાં બેંક કર્મચારીઓ સામેલ થશે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જાેકે, બેંકોએ ભરોસો અપાવ્યો છે કે હડતાળ દરમિયાન કામકાજ પ્રભાવિત ન થાય તેના માટે અમે જરૂરી વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જાે બેંક સાથે જાેડાયેલું કોઈ જરૂરી કામ છે, તો તેને આજે જ પતાવી દેજાે. સળંગ ચાર દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. જાેકે, આવતા શનિવાર અને રવિવારે બેંકમાં રજા છે (સાપ્તાહિક બંધ દિવસ). ત્યારબાદ આગામી સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓ હડતાળ પર જવાના છે. આ લોકો કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળ પર જઈ રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *