Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

પ્રિયંકા ચોપરાની હાલત થઇ સાવ આવી, તસ્વીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો

પ્રિયંકા ચોપરાની આ તસ્વીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો. ઇન્સ્ટા પર શેર કરતા જ ફેન્સ ગભરાઇ ગયા છે.

બોલિવૂડથી લઇને હોલિવૂડમાં સતત આગળ વધતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અનેક લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. પ્રિયંકા સોશિયલ મિડીયામાં ઘણી એક્ટિવ છે. એકટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા દ્રારા એના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. આમ, પ્રિયંકાએ લેટેસ્ટ પોસ્ટ શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. હાલમાં જ પ્રિયંકાએ એક એવી તસ્વીર Instagram પર શેર કરી છે જે જોઇને બધા ચોંકી ગયા છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પ્રિયંકાની આ તસ્વીર જોઇને અનેક લોકો કોમેન્ટમાં એના હાલચાલ પૂછી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાએ એક એવી તસ્વીર શેર કરી છે જેમાં એના ચહેરા પર સોજો આવી ગયો છે અને હોઠ-નાકની આસપાસ લોહી દેખાઇ રહ્યું છે. આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા પ્રિયંકાએ લખ્યુ છે કે ‘ક્યા આપકા ભી કામ પર કઠિન દિન થા’. આ લખીને કેટલાક ઇમોજી પણ મુક્યા છે.

ફેન્સ એક્ટ્રેસની આ તસવીર જોઇને ડરી ગયા હતા અને કોમેન્ટમાં અનેક પ્રશ્નો પૂછી રહ્યા છે. કોમેન્ટમાં લોકો પ્રિયંકાને આ ઇજા પાછળનું કારણ પૂછી રહ્યા છે. જો કે તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરાની આ તસ્વીર શૂટીંગ દરમિયાનની છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં બધા બોલિવૂડ સ્ટાર્સ કોઇને કોઇ રીતે સોશિયલ મિડીયામાં એક્ટિવ રહેતા હોય છે અને એમના ફેન્સને અવનવી જાણકારી આપતા હોય છે. જો કે પ્રિયંકાની આ તસવીર હાલમાં ખૂબ જ ચર્ચાઇ રહી છે. બોલિવૂડની જેમ હોલિવૂડમાં પણ પ્રિયંકા એટલી જ ફેમસ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *