Safeer News

Breaking News from Ahmedabad

Sports રમતગમત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડી મેદાન વચ્ચે ઝઘડ્યા, બેટ્સમેને મારવા માટે બેટ ઉઠાવ્યુ

પાકિસ્તાને અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં એક વિકેટે હરાવ્યું, એશિયા કપની ફાઇનલમાં પહોચ્યુ

એશિયા કપ 2022 સીઝનની સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને એક વિકેટે હરાવ્યું છે. આ મેચ બુધવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચમાં ફેન્સ સાથે ખેલાડીઓ વચ્ચે પણ લડાઇ જોવા મળી હતી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ખેલાડીઓ વચ્ચે મારપીટ થવા લાગી હતી. પાકિસ્તાનના ખેલાડી આસિફ અલીએ તો અફઘાની બોલરને મારવા માટે બેટ ઉઠાવ્યુ હતુ. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આસિફે અફઘાની બોલરને મારવા માટે બેટ ઉઠાવ્યુ

આ ઘટના પાકિસ્તાનની બેટિંગ દરમિયાન 19મી ઓવરમાં બની હતી જ્યારે ફાસ્ટ બોલર ફરીદ અહેમદના ચોથા બોલ પર આસિફ અલીએ સિક્સર ફટકારી હતી. અહીથી પાકિસ્તાનને જીતવા માટે 8 બોલમાં 12 રનની જરૂરત હતી અને તેની પાસે 2 વિકેટ બાકી હતી. તમામ આશા આસિફ અલી પર હતી કારણ કે તે એકલો સ્પેશ્યલ બેટ્સમેન ક્રીઝ પર હતો.

એવામાં ફરીદની ઓવરના પાંચમા બોલ પર આસિફે મોટી હિટ ફટકારી પરંતુ તે બોલને બાઉન્ડ્રીની પાર પહોચાડી શક્યો નહતો અને વચ્ચે કેચ આઉટ થઇ ગયો હતો. તે બાદ અફઘાન બોલરે ખુશીમાં આક્રમક ઉજવણી કરી હતી પરંતુ આ વાતથી આસિફ અલી ગુસ્સે થયો હતો, તેને એક હાથથી ફરીદને દૂર હટાવતા તેને મારવા માટે પોતાનું બેટ ઉઠાવ્યુ હતુ.

આ વચ્ચે અમ્પાયર અને ખેલાડીઓએ વચ્ચે આવીને બચાવ કર્યો હતો. અન્ય ખેલાડી અને અમ્પાયર બન્નેએ તેમને અલગ કર્યા હતા. આ લડાઇ એટલી એગ્રેસિવ હતી કે ડગઆઉટમાં બેઠેલા હસન અલીએ પણ મેદાનમાં બચાવ માટે આવવુ પડ્યુ હતુ.

પાકિસ્તાને એક વિકેટે અફઘાનિસ્તાનને હરાવ્યું

અફઘાનિસ્તાને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 129 રન બનાવ્યા હતા. ટીમ માટે ઇબ્રાહિમ જદરાને સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમની એક સમયે હાલત ખરાબ થઇ ગઇ હતી અને 118 રનમાં જ 9 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ ઓવરમાં નસીમ શાહે સતત બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને મેચ જીતાડી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *