૬ અબજ ડોલરની મદદથી વિશ્વનો ભૂખમરો દુર થતો હોય તો હું ટેસ્લાના શેર વેચી દઈશ : મસ્ક

0

ન્યૂયોર્ક , તા.૦૨
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડિરેક્ટર ડેવિડ બેસ્લિએ એલન મસ્ક ને એમેઝોનના માલિક જેફ બેઝોસને ફોન કરીને વિશ્વના ભૂખમરા માટે દાન આપવાની વિનંતી કરી હતી. યાદ રહે કે એલન મસ્ક હાલ ૩૧૧ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ નંબરના ધનકુબેર જાહેર થયા છે. જેફ બેઝોસની સંપત્તિ પણ ૧૯૯ અબજ ડોલરની છે અને તે પણ વિશ્વના ટોચના ૧૦ ધનકુબેરો પૈકીના એક છે.

વિશ્વના પ્રથમ નંબરના ધનકુબેર અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કનું કહેવું છે કે જાે યુનાઇટેડ નેશન્સના અધિકારીઓએ એવું પૂરવાર કરી આપે કે ૬ અબજ ડોલરની મદદથી વિશ્વમાં પ્રવર્તી રહેલો ભૂખમરો નાબૂદ થઇ શકે છે તો તે તેમની કંપની ટેસ્લાના શેર વેચી દેશે. જાે અધિકારીઓ તેમ કરી શકતા હોય તો તે પોતાની કંપનીના શેર વેચી દેવા તૈયાર છે એમ તેમણે ઉમેર્યું હતું. ટેસ્લા અને સ્પેસેક્સ કંપનીના માલિક એલન મસ્કે રવિવારે તેમના ટિ્‌વટર હેન્ડલ ઉપર ટિ્‌વટ કર્યું હતું કે યુનાઇટેડ નેશન્સની એક એજન્સી એવા વર્લ્‌ડ ફૂડ પ્રોગ્રામના અધિકારીઓએ ટિ્‌વટર ઉપર એમ દર્શાવે કે વિશ્વનો ભૂખમરો ૬ અબજ ડોલરથી દૂર થઇ શકે તેમ છે તો તે અથ્યારે હાલ ટેસ્લા કંપનીના શેર વેચી દેવા તૈયાર છે. ડેઇલીમેલ ડોટ કોમ ઉપર પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ હતું કે એલન મસ્કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અધિકારીઓને કહ્યુ હતું કે તેઓએ સ્પષ્ટતા કરવી જાેઇએ કે તેમની પાસે રહેલા ભંડોળનો કેવી રીતે ઉપયોગ થાય છે. તે ઉપરાંત મસ્કે એમ પણ કહ્યું હતું કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું એકાઉન્ટ ઓપન સોર્સ એકાઉન્ટ હોવું જાેઇએ જેથી કરીને વિશ્વની પ્રજા સારી રીતે જાેઇ શકે કે તેઓના ભંડોળનો કેવી રીતે ઉપયોગ થાય છે.

અસલમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના હંગામી ડિરેક્ટર ડેવિડ બેસ્લીએ તાજેતરમાં જ વિશ્વની ભૂખ નાબૂદ કરવા અંગે એક નિવેદન કર્યું હતું તેના જવાબમાં મસ્કે તેમને આ પડકાર ફેંક્યો હતો. તેમણે વધુ એક ટિ્‌વટ કરતાં કહ્યું હતું કે લડેવિડ બેસ્લિ જાે સાબિત કરી આપે કે ૬ અબજ ડોલરની મદદથી વિશ્વનો ભૂખમરો નાબૂદ થઇ સકે તેમ છે, તો હું મારી કંપનીના શેર વેચી દેવા તૈયાર છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here