૨૭ વર્ષના જમાઈએ ૪૫ વર્ષની સાસુ પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

0

મુંબઈ, તા.૦૬

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં સાસુ અને જમાઈના પવિત્ર સંબંધને અભડાવતી ઘટના બની છે. જેમાં ૨૭ વર્ષના જમાઈએ ૪૫ વર્ષની સાસુ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ આરોપી જમાઈ સામે હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાસુએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતા જ જમાઈ ફરાર થઈ ગયો છે. પોલીસે આ પ્રકરણે આરોપી જમાઈને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર પીડિત સાસુ હિલ લાઈન પોલીસ સ્ટેશનની હદમાં રહે છે. જ્યારે આરોપી ઉલ્હાસનગરમાં રહે છે. આરોપી જમાઈ લગ્ન પહેલાં પત્નીની માતા એટલે કે સાસુ પર એક તરફી પ્રેમ કરતો હતો. શરમ અને લોકલાજે સાસુ સાથે લગ્ન કરી શક્યો નહોતો. જાેકે ત્યારબાદ તેણે પીડિત મહિલાની પુત્રીનો હાથ માગ્યો હતો અને ૨૦૧૮માં બન્નેના લગ્ન થયા હતા. જાેકે ત્યારબાદ આ ઘટના બનતા પીડિતાએ જમાઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિત સાસુની ફરિયાદને આધારે આઈપીસીની કલમ ૩૭૬, ૫૦૬ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાેકે આ ઘટના બાદ જમાઈને પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ થતા જ તે ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપી જમાઈને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here