ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રસ્તા પર હેલ્મેટ વિના ફરતા લોકોની ગંભીર નોંધ લીધી

અમદાવાદ,
અમદાવાદ સહિત રાજ્યમાં હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને કહ્યું કે, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો. લોકોની સુરક્ષાની બાબતની અમલવારી થવી જ જાેઈએ, તેમાં શા માટે સરકાર ઢીલાશ રાખે છે? અમે દિવસ-રાત જોઈ રહ્યા છીએ કે કેટલાય લોકો હેલ્મેટ વિના જ વાહન ચલાવે છે’ આ મામલે મુખ્ય સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી છે કે, રાજ્યમાં હેલમેટના કાયદાની સરકારી પૂર્વક અમલ કરવામાં આવશે. હાલ તેની અમલવારી તો ચાલી રહી છે પરંતુ આ ગંભીર બાબત છે, જેથી હેલમેટના કાયદાનું સખ્તાઈથી પાલન કરવામાં આવે. એટલું જ નહીં પરંતુ ચીફ જસ્ટિસે એ પણ કહ્યું કે, ‘જે દિવસથી પોલીસ કાયદાનું કડક પાલન કરાવશે, ત્યારે લોકોમાં રોષ જાેવા મળશે. સાથે સાથે પોલીસ અને નાગરિકો વચ્ચે તકરારના કિસ્સા પણ જાેવા મળી શકે છે, પરંતુ પોલીસે તેના માટે પણ તૈયારી રાખવી જાેઈએ’.

રસ્તા પર હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકોની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારએ ગંભીર નોંધ લીધી છે. એક કેસની સુનાવણી દરમિયાન રાજય સરકારને સવાલ કર્યો કે ‘હેલ્મેટના કાયદાના કડકાઇથી પાલન કેમ નથી કરાવામાં આવી રહ્યું? હેલ્મેટ ફરજિયાત નથી કે શું?’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here