હિબા ખાને કરાટે ચેમ્પયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ કર્યું રોશન

    0

    અમદાવાદ,

    અમદાવાદના પટવા શેરી વિસ્તારમાં રેહતી ૧૧ વર્ષિય હિબા ખાને મેરઠમા ISKU દ્વારા યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

    “ISKU” એક ફેડરેશન છે જેના દ્વારા કેનેડાના ઓન્ટરિયોમાં યોજવનાર ઇન્ટરનેશલ સેલ્ફ ડિફેન્સ કેમ્પના સિલેકશનની પ્રક્રિયાના ભાગરૂપે આ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં હિબા ખાન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિ મેળવવા બદલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા શુભેચ્છકો દ્વારા હીબા ખાનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. નોંધનીય છે કે હીબા ખાનની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી જેમા આ સિદ્ધિ પ્રાપ્ત કરીને પરિવાર તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here