Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

હિંમતનગરમાં થયેલી જૂથ અથડાણ અંગે AIMIM દ્વારા DGP, SP સાબરકાંઠા અને બીજા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું

(અબરાર એહમદ અલવી)

હિંમતનગર,

હિંમતનગરમાં થયેલી જૂથ અથડાણ અંગે AIMIM દ્વારા DGP, SP સાબરકાંઠા અને બીજા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

AIMIM ગુજરાતના ઉપપ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, પ્રદેશના સંગઠન મંત્રી અને જમાલપુર કાઉન્સિલર મુશતાક ભાઇ ખાદીવાલા, અમદાવાદ શહેર પ્રમુખ શરીફ ખાન પઠાણ, અમદાવાદ શહેર સહ મંત્રી તન્વીર શૈખ, ખાડિયા વોર્ડ ના પ્રમુખ શાબાન અલી હડકીયા, સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારો, હિંમતનગરના સામાજિક આગેવાનોને સાથે રાખી હિંમતનગર શહેરના પ્રમુખ ઇલયાસ ભાઇ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી બંદોબસ્ત અને ષડયંત્ર રચી ધાર્મિક સ્થાનોને  નુકશાન પહોચાડનાર તત્વો સામે ફરિયાદ દાખલ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

AIMIM દ્વારા આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, હિમતનગર છાપરીયા વિસ્તારમાં કોમી છમકલું થવાને કારણે સમગ્ર હિમતનગર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવાઈ રહી છે. લોકોના ટોળા રોડ પર આવી કુતુહલ વશ બધું જોઈ રહ્યા છે. જ્યા પોલીસ આવે છે કે દોડાદોડી થવા માંડે છે. જેને લઇ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયની ઘટનાઓ જોતા આ એક પેટર્ન ચાલી રહી હોય એમ લાગે છે. આ તમામ ઘટના પર નજર નાખતા શંકા જાય છે કે  આ બધુ કોઈક conspiracy તહત થઈ રહ્યું હોય. જેના પુરાવા તરીકે તા.૧૦/૦૪/૨૦૧૭ જેનુદ્દીન ગ્યાસુદ્દીન સૈયદ ધ્વારા કરવામાં આવેલ અરજીમાં પણ આવી જ રીતે રામનવમીના રોજ ઘટનામાં પોલીસ ધ્વારા ખોટી સંડોવણી કરવામાં આવેલ છે. જેના અંતર્ગત નિર્દોષ પણ છુટેલ છે. ૧૮/૧૧/૨૦૨૦ના રોજ કનકસિહ એચ.ઝાલા પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ધ્વારા પોતાની  FB ID પર પોસ્ટ મુકવામાં આવેલ જેમાં ગુજરાતમાં અવેધ જગ્યાઓ પર મજારો બની રહી છે પ્રસાસન ધ્યાન આપે. આ પોસ્ટની કોમેન્ટમાં તકિયા મસ્જીદ અને બીજા મજારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સાથે સાંકેતિક ભાષામાં કઈ રીતે કામ કરવુંની વ્યૂહરચના પણ જોવા મળી રહી છે. સાથે જણાવવામાં આવેલ છે કે આવી કેટલીય ડીટેલ છે. સદર ઘટના પછી જેથી સાંપ્રદાયિક માહોલ ખરાબ થયો અને મુસ્લિમ ધાર્મિક સ્થળોને જે નુકશાન કરવામાં આવ્યું છે તે સદર ષડયંત્રનો એક ભાગ તરીકે સ્પસ્ટ જોવાઈ રહ્યો છે. હિમતનગર શહેરમાં સવારથી જ લોકો ધ્વારા રેલીની રીહર્સલ ચાલતી હોય તેમ ખુલ્લી ગાડીઓ અને બાઈકો પર તલવારો લઇ પ્રદર્શનો થઇ રહેલ હતા. જે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. જે સદર ઘટના એક ષડયંત્રનો ભાગ હોય તેવું સ્પસ્ટ પણે દેખાઈ રહ્યું છે.

આવેદન પત્રમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં  બી-૨૭/સાબરકાંઠા બગીચાપીર દરગાહ (જોરાવરશા) નોધાયેલ છે. તેમજ સદર વકફ મિલકત છે. જે ૨૦૦૨ પછી થયેલા રમખાણોમાં પણ નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. જેની  સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન ૧૭૮૪૬ ઓફ ૨૦૦૫ વિથ ૧૬૫૮૪ ઓફ ૨૦૦૫ અંતર્ગત ગુજરાત રાજ્ય હાઈકોર્ટ ધ્વારા તા.૨૧/૦૮/૨૦૧૩ના રોજ આપવામાં આવેલ જજમેન્ટ અંતર્ગત સદર જજમેન્ટમાં દર્શાવેલ હુકમમાં સદર દરગાહની માપણી કરાવી સીટી સર્વેમાં નોધવાનો હુકમ કરવામાં આવેલ છે. સાથે સદર દરગાહને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલ હતું. સદર દરગાહને તોફાનીઓ ધ્વારા આગ લાગવવામાં આવેલ છે. તેમજ જે ૨૦૦૨ પછી થયેલ રમખાણોમાં પણ નુકશાન પહોચાડવામાં આવેલ તે  પીર ગેબન શહીદની મસ્જીદ તેમજ દરગાહ  ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં  બી-૨૯/સાબરકાંઠામાં નોધાયેલ છે તે ધાર્મિક સ્થાનોને  પણ આગ લગાવી નુકશાન પહોચાડવામાં આવેલ છે સાથે મસ્જીદ પર કેસરીઓ ધ્વજ લગાવી દેવામાં આવેલ છે. મહેતાપુરા વિસ્તારમાં હાથમતી નદીના પટમાં ગુલાબશા બાવાની દરગાહ આવેલી છે. તેને હિમતનગર બ્રીજ પરથી સળગતા કાકડા અને જવલનસીલ પ્રવાહી નાખી સળગાવી દેવામાં આવેલ છે. તેમજ ધાણધા ફાટક પાસે તેરાપીરની દરગાહને પણ નુકશાન પહોચાડવામાં આવેલ છે. સદર ધાર્મિક સ્થાનો ગુજરાત રાજ્ય વકફ બોર્ડની મિલકતો છે. જેને  નુકશાન પહોચડવામાં આવેલ છે જેનાથી મુસ્લિમ સમાજની આસ્થાને નુકશાન પહોચાડવામાં આવેલ છે. સાથે પુરા હિમતનગર શહેર વિસ્તારમાં મુસ્લિમ લોકોની માલમિલકતોને લૂટીને સળગાવી દેવામાં આવેલ છે.

AIMIM દ્વારા આવેદન પત્રમાં અરજ કરવામાં આવી છે કે, આ પ્રકારના કાર્યો દ્વારા ગુજરાતભરમાં જાહેર શાંતિ અને સુલેહનું વાતાવરણ ન ડોહળાય અને શાંતિ અને કોમી સૌહાર્દથી તહેવારો ઉજવાય તે માટે અમારી અરજ છે કે કાયદાના રૂહે પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *