હવે 14 ટીમો વર્લ્ડ કપમાં રમશે , ફરી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી , ટી-20 વિશ્વ કપ દર બે વર્ષે

0

દુબઈ,

ICCના 8 વર્ષના આગામી ફ્યૂચર ટૂર્સ કાર્યક્રમ (એફટીપી)માં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષે રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર સત્ર અને બે ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. આઈસીસીએ મંગળવારે આ જાણકારી આપી.

આઈસીસીએ બોર્ડની બેઠક પછી જણાવ્યું કે, ‘આઈસીસી બોર્ડે 2021થી 2031 સુધીના શેડ્યુલની આજે પુષ્ટિ કરી, જેમાં મેન્સનો ક્રિકેટ વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ રમાશે અને ચેમ્પિયન્સ ટ્રોફી ફરીથી આયોજિત થશે.’

આઈસીસી મહિલા ટૂર્નામેન્ટનું શેડ્યુલ પહેલા જ નક્કી થઈ ચૂક્યું છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં 16 ટીમો હશે. હાલમાં 50 ઓવરના વર્લ્ડ કપમાં 10 ટીમો હોય છે. પુરુષ વર્લ્ડ કપમાં સાત-સાત ટીમોના બે ગ્રુપ હશે અન ટોપ ત્રણ-ત્રણ ટીમો સુપર સિક્સમાં પહોંચશે, તે પછી સમીફાઈનલ અને ફાઈનલ રમાશે. આ ફોર્મેટ 2003ના વર્લ્ડ કપમાં પણ હતું.

ટી-20 વર્લ્ડ કપમાં પાંચ-પાંચના ગ્રુપ હશે. દરેક ગ્રુપમાંથી ટોપ બે ટીમો સુપર આઠમાં પહોંચશે, તે પછી સેમીફાઈનલ અને ફાઈનલ રમાશે. આઈસીસી બોર્ડે આગામી રાઉન્ડમાં બધા પુરુષ, મહિલા અને અંડર 19 ટૂર્નામેન્ટ્સના યજમાન નક્કી કરવાની પ્રક્રિયાને પણ મંજૂરી આપી દીધી. પુરુષોની ટૂર્નામેન્ટના યજમાનની પસંદગી સપ્ટેમ્બરમાં થશે, જ્યારે મહિલાઓના ટૂર્નામેન્ટ અને ટી-20 ટૂર્નામેન્ટ્સના યજમાન નવેમ્બરમાં નક્કી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here