હવે રાત્રિના ૧૧થી સવારે ૬ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યૂ, ૩૧ જુલાઇથી લાગુ પડશે નવો નિયમ

0

ગાંધીનગર,

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રાત્રી કર્ફયુ ઉપરાંત અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

8 મહાનગરોને રાત્રી કર્ફ્યૂમાં રાહત
હવે 10ના બદલે 11થી શરૂ થશે રાત્રિ કર્ફ્યૂ
31 જુલાઈથી કર્ફ્યૂના સમયમર્યાદામાં રાહત
હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે
જાહેર સમારંભમાં 400 વ્યક્તિની છૂટ અપાઈ
બંધ હોલમાં 50 ટકા અને મહત્તમ 400 લોકોને મંજૂરી
ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા મંજૂરી
તમામ નવા નિર્ણય 31 જુલાઈથી અમલી બનશે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે અને રાત્રી કરફયૂનો સમય ઘટાડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here