આણંદ-ખેડા ભરૂચ વગેરે જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની વાત કરીએ તો ભાવનગર વિસ્તારમાં પણ 24 કલાકની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, આ વરસાદી માહોલની શરૂઆત ગઈ કાલથી જ થઈ ગઈ છે. કેમ કે, ગઈકાલે સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં સવારે હવામાન વરસાદી માહોલ જેવું જોવા મળ્યું હતું. 

આ  માહોલ આજે પણ સુરતમાં જોવા મળ્યો હતો. હવામાન વિભાગે 24 કલાકમાં વરસાદ ગુજરાતમાં થાય તેવી આગાહી પણ કરી છે. આણંદ-ખેડા ભરૂચ વગેરે જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે આકરી ગરમીથી લોકોને છુટકારો મળશે પરંતુ આ માવઠાના કારણે ખેડૂતોના ખેતરોમાં જે પાક ઊભો છે અને પાકને પિયત મળી ચૂક્યું છે ત્યારે આ રવિ પાકને મોટું નુકસાન થવાની પણ શક્યતા આ માવઠાના કારણે રહેલી છે, આખા રાજ્યમાં હવામાન પલટો ખાતા આગામી ચાર દિવસની અંદર હિટવેવની કોઈ મોટી શક્યતાઓ નથી.
 

અમદાવાદ શહેરની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે આ શક્ય બન્યું છે. આ પહેલા 42 ડિગ્રી આસપાસ તાપમાન અમદાવાદની અંદર નોંધાઈ ચૂક્યું છે અત્યારે હવામાન પલટાયું છે ત્યારે 24 કલાક બાદ ફરી ગરમી શરૂ થાય તેવી પણ વકી છે.

સુરતમાં સવારમાં હળવા ઝાપટાં પડ્યા હતા ગઈકાલે રાત્રે અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ક્યાંક સામાન્ય છાંટાની અસર અમદાવાદ શહેરની અંદર પણ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની વાત કરીએ તો ભાવનગર વિસ્તારમાં પણ 24 કલાકની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here