(અબરાર એહમદ અલવી)

આપનું મુબારક નામ અબદુલ્લાહ છે અને આપ કુત્બેઆલમના લકબથી મશહુર છે. આપ હઝરત જહાંનીયા જહાંગશ્ત (રેહમતુલ્લાહ અલૈહ)ના પૌત્ર છે. આપ હુસેની સાદાત છે… આપના પિતાનું નામ હઝરત મખ્દુમ નાસીરુદ્દીન મહમૂદ નૈશાહ છે. આપનો જન્મ 14 રજ્જબ હી.સ. 790માં મુલ્તાનમાં થયો હતો. આપે હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ) પાસેથી તાલીમ હાસલ કરી. હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ)ની હિદાયતથી ગુજરાત આવવા માટે વતનને અલવીદા કહ્યું અને મુઝ્ઝફર શાહ અવ્વલના સમયમાં ગુજરાતના પાટણમાં તશરીફ લાવ્યા. તે સમયે હઝરત બાબા ફરીદ ગંજે શકરના વંશજ હઝરત રૂકનોદ્દીન લોકોના આકર્ષણનું કેન્દ્ર હતા. હઝરત રૂકનોદ્દીન (રેહમતુલ્લાહ અલૈહ)ના માર્ગદર્શન હેઠળ હઝરત બુર્હાનુદ્દીન કુત્બેઆલમ બુખારી (ર.અ.) ત્યાં મુજાહેદાદ અને રિયાઝતો શરૂ કર્યા. જેની જાણ જ્યારે મુઝ્ઝફર શાહ અવ્વલને થઈ ત્યારે તે ખુબ જ ખુશ થયાં અને કુત્બેઆલમ (ર.અ)ની ઘણી તાઝીમ કરતો હતો.

સુલ્તાન એહમદશાહ બાદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી તો કુત્બેઆલમ બુખારી (ર.અ.) અમદાવાદ આવ્યાં હતાં. અમદાવાદના વટવા વિસ્તારમાં વસવાટ કર્યો. આપનો મઝાર પણ વટવા વિસ્તારમા જ આવેલો છે.

આપની એક પ્રખ્યાત કરામત

આપની એક પ્રખ્યાત કરામત એક પથ્થરની છે. કુત્બેઆલમ બુખારી (ર.અ.) એક રાતે ઉઠયા ત્યારે આપને પગમાં ઠોકર લાગી અંધારૂ હોવાને કારણે આપને દેખાયું નહી જેથી આપે કહ્યું “લોહ હૈ” એટલે લોખંડ છે, પથ્થર હૈ યા લકકડ હૈ. ત્યાં તે પથ્થર હતો પરંતુ આપના મોઢેથી નીકળેલી વાતના લીધે આ પથ્થરમાં ત્રણેય વસ્તુ સમાયેલી છે. આજે પણ આપની આ કરામત અને આપનો ફૈઝ જારી છે. લોકો ખુબ જ આસ્થાથી આ પથ્થર ઉપાડે છે. એવુ કહેવાય છે કે જે તમારી માનતા હોય છે તે પુરી થવાની હોય છે તો પથ્થર ઉઠી જાય છે અને જો માનતા પુરી થવાની હોતી નથી તો પથ્થર નથી ઉઠતો. આપનો શાનદાર મઝાર અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલો છે. મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો અંહી હાજરી આપે છે અને ફૈઝ હાસલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here