અમદાવાદ,તા.૬
અહમદાબાદ શહેરની સ્થાપનામાં ચાર અહેમદ અને બાર (૧૨) બાવાઓનો રૂહાની ફાળો બહુમૂલ્ય છે. આ બાર બાવા પૈકીના એક સરખેજ ખાતે આવેલા હઝરત ખ્વાજા અલીશેર ચિશ્તી (રહમતુલ્લાહ અલયહે) છે. તેમના ઉર્ષની ઉજવણી તારીખ ૬ ડિસેમ્બર મંગળવારે કરવામાં આવી હતી.

આ ઉર્ષને અનુલક્ષીને તા.૬-૧૨-૨૦૨૨ને મંગળવારે દરગાહના ખાદીમે ખાસ મલિક નિઝામુદ્દીન ફખરૂદ્દીન મગરિબી અલ ચિશ્તી (ઓલાદે હઝરત ખ્વાજા મલિક છજ્જુ મગરીબી રહમતુલ્લાહ અલયહે) અને ખાદીમ ફેમિલીની હાજરીમાં રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મહેમાનોની હાજરીમા સાંજે (અસરની નમાઝ અગાઉ) ગલેફ (ચાદર) પેશ કરવામા આવી હતી. આ પ્રસંગે મક્તમપુરા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર હાજીભાઈ મિર્ઝા ઉપરાંત સુબામિયા કાદરી, ઝાકીર હુસેન સૈયદ, કાઝીમ કુરેશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.