અબરાર અલવી
હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) જેઓ હઝરત ઇમામ હુસેન (ર.અ)ના પુત્ર છે એક દિવસ લોકોમાં ભોજન તકસીમ કરી રહ્યા હતા (ભોજન ખવડાવી રહ્યા હતા) ત્યારે એક વ્યક્તિએ આપને ક્હયું તમે મને ઓળખ્યો. હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) એ ફરમાવ્યું હું તને કઇ રીતે ભુલી શકું છું જ્યારે હું કરબલામાં કેદી હતો ત્યારે તે મને પથ્થર માર્યો હતો. આ વાત સાંભળી તે શખ્સની આખોમાં આસુ આવી ગયા અને તેણે એકદમ ભારી અવાજથી હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ) ને પુછયું તેમ છતાં પણ તમે મને ભોજન પીરસી (ખવડાવી) રહ્યા છો. હઝરત ઇમામ ઝેનુલ આબેદીન (ર.અ)એ ફરમાવ્યું તે સમયે અમે તારા દર પર (વિસ્તારમાં) આવ્યાં હતા અને એ તારો અમારી સાથે વર્તન હતો તુ અમારા દર પર (વિસ્તારમાં) આવ્યો છે આ આલે મોહમ્મદ (સ.અ.સ)નો સુલુક(વર્તન) છે.
આવા હોય છે હઝરત મોહમ્મદ (સ.અ.સ)ના ઘરવાળા. જો દુશ્મન પણ તેમના દર પર જાય તો ખાલી ન આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here