‘સ્ટારડસ્ટ’ મેગેઝિને વર્ષો પહેલાં સોનુ સૂદને રિજેક્ટ કર્યો હતો, આજે કવરપેજ પર એક્ટરનો ઇન્ટરવ્યુ છાપ્યો

0

મુંબઈ,તા.૩૧
સોનુ સૂદે એક પોસ્ટ દ્વારા પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા. સોનુએ ફિલ્મ મેગેઝિન ‘સ્ટાર ડસ્ટ’નું એપ્રિલ એડિશનનું કવરપેજ શેર કર્યું છે. એક સમયે એક્ટરે આ મેગેઝિન માટે ઓડિશન આપ્યું હતું, પણ તેનો ફોટો રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે તેના જ કવરપેજ પર એક્સક્લૂઝિવ તરીકે તેને છાપવામાં આવ્યો છે.
સોનુએ લખ્યું, એક એવો પણ દિવસ હતો, જ્યારે પંજાબથી મેં મારા અમુક ફોટો “સ્ટારડસ્ટ”ને ઓડિશન માટે મોકલ્યા હતા, પરંતુ મને રિજેક્ટ કરવામાં આવ્યો. આજે આ કવરપેજ માટે હું સ્ટારડસ્ટનો આભાર માનીશ. કવર કેપ્શનમાં લખ્યું છે, શું રિયલ હીરો સોનુ સૂદે બાકી રીલ હીરો પાસેથી સ્ટારડમ ચોરી લીધું છે?
કોરોનાકાળમાં સોનુ સૂદ લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે. ગયા વર્ષે શ્રમિકોની મદદ કરવાનું શરૂ કર્યા બાદ સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને વિવિધ રીતે મદદ કરી હતી. આ વર્ષે સોનુ સૂદે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન અપાવવાની વ્યવસ્થા કરી હતી. હાલમાં જ સોનુ સૂદનો એક નવો વીડિયો વાઈરલ થયો હતો. સોનુ સૂદ આ વીડિયોમાં પોતાના ઘરની બહાર ઊભો છે. આ વીડિયો ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ સો.મીડિયામાં પોસ્ટ કર્યો છે. હાલમાં જ સોનુ સૂદ ઘરની બહાર કોરોનાના દર્દીઓનાં સગાંને મળ્યો હતો, જેમાંથી એક મહિલાએ સોનુ સૂદને રાખડી બાંધી હતી. રાખી બાંધ્યા બાદ તે મહિલા સોનુ સૂદના પગે લાગવા જતી હતી. જાેકે એક્ટરે તરત જ તે મહિલાને રોકી હતી. આટલું જ નહીં, સોનુ સૂદે કહ્યું હતું કે તે આવું ના કરે. પછી મહિલા આગળ બે હાથ જાેડ્યા હતા. તે મહિલાએ સોનુ સૂદને પોતાના ભાઈ સમાન ગણાવ્યો હતો.
સોનુ સૂદે હાલમાં સો.મીડિયામાં કહ્યું હતું, ‘જ્યારે લોકો તેની પાસે મદદ માગે છે અને તે બચાવવામાં અસમર્થ બને છે તો તેને બહુ જ અસહાય ફીલ થાય છે. જે દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોય તેને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે પોતાના ગુમાવ્યા હોય એવું લાગે છે. જે પરિવારને તેમના પ્રિયજનને બચાવવાનું વચન આપ્યું હોય તેને ના બચાવી શક્યા હોઈએ ત્યારે તે પરિવારનો સામનો કરવો ઘણો જ મુશ્કેલ છે. આ જ મેં આવા જ કેટલાક લોકોને ગુમાવી દીધા છે. જે પરિવારની સાથે તમે રોજ ૧૦ વાર સંપર્કમાં રહેતા હતા, તેમનાથી હંમેશાં માટે સંપર્ક ગુમાવી દીધો. અસહાય ફીલ કરી રહ્યો છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here