સૌથી ખરાબ સમય માટે પ્રજા તૈયાર રહે : નીતિન ગડકરીએ ચેતવ્યા

0


ન્યુ દિલ્હી,તા.૧૬
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, કોરોના વાયરસ વધુ કેટલો ખતરનાક થશે અને ક્યાં સુધી ચાલશે, તેની કોઈ ગેરંટી નથી. ઘરોના ઘરો કોરનાગ્રસ્ત છે અને આવનારા ૧૫ દિવસ કે ૧ મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, લોકોને સર્વશ્રેષ્ઠ માટે વિચારવું જાેઈએ, પરંતુ સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જાેઈએ. આ મહામારીનો સામનો કરવા માટે લાંબાગાળાના ઉપાયોની જરૂર છે.
નીતિન ગડકરીએ અહીં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં ૧૦૦ બેડની ખાનગી કોવિડ-૧૯ કેર સેન્ટરનુ ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા. ગડકરીએ મહામારીનો સામનો કરવા લાંબાગાળાના ઉપાયોની જરૂરિયાત પર ભાર આપતા કહ્યું કે, ’સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈ નથી જાણતું કે તે ક્યાં સુધી રહેશે.’
નાગપુરના સાંસદ ગડકરીએ ભિલાઈથી અહીંના હોસ્પિટલો માટે ૪૦ ટન ઓક્સીજનનો સપ્લાય થઈ રહ્યો હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, વધુ ૩૦૦ બેડ મૂકવામાં આવી રહ્યા છે તથા હોસ્પિટલ માટે વિશાખાપટ્ટનમથી ઓક્સીજનની આપૂર્તિ થઈ રહી છે. ગડકરીએ વિશાખાપટ્ટનમના મેડિકલ ’ડિવાઈસીઝ પાર્ક’થી એક હજાર વેન્ટિલેટર મેળવ્યા હોવા અંગે જાણકારી આપી, જે નાગપુરની હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવાશે.
રેમડેસિવિરની અછત અંગે ગડકરીએ કહ્યું કે, દેશમાં માત્ર ચાર દવા કંપનીઓ પાસે જ આ દવાના ઉત્પાદનનું લાઈસન્સ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ દવાના નિર્માણ માટે વધુ ૮ કંપ્નીઓને મંજૂરી આપી, જેથી રેમડેસિવિરની અછત દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here