સોનૂ સૂદ, સલમાન ખાનને વડાપ્રધાન બનાવી દેવા જાેઈએ : રાખી સાવંત

0


મુંબઇ
બિગ બોસ ૧૪ની સ્પર્ધક અને બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ઘણીવાર તેના વિચિત્ર નિવેદનોના કારણે ચર્ચા અને ક્યારેક તો વિવાદમાં રહે છે. તાજેતરમાં જ તેણે આવું એક નિવેદન આપ્યું છે. જેના કારણે ફરી એક વાર રાખી ચર્ચામાં આવી ગઈ છે.
કોરોના વાયરસના સમયગાળા દરમિયાન લોકોને મદદ કરનાર સોનુ સૂદ અથવા સલમાન ખાનને રાખી સાવંત વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે. આવું નિવેદન આપતી રાખી સાવંતનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે કહી રહી છે કે સોનુ સૂદ કે સલમાન ખાનને વડાપ્રધાન બનાવવા જાેઈએ. વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, હું કહું છું કે સોનુ સૂદ અથવા સલમાન ખાનને આ દેશના વડાપ્રધાન બનાવવા જાેઈએ કારણ કે તે અસલી હીરો છે. સોનુ સૂદ, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન દેશની જનતાને પ્રેમ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here