સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો, હોટલના રૂમમાંથી સંદિગ્ધ અવસ્થામાં બે યુવતીઓ સહિત 4ની ધરપકડ

0

રાંચી,
ઝારખંડના પાટનગર રાંચીમાં સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો છે. દેહવેપારનો ધંધો ચલાવવાની સૂચના મળ્યા બાદ રાંચી પોલીસએ દરોડો પાડી ૪ લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ, મામલો ચુટિયા પોલીસ સ્ટેશનની હદના સ્ટેશન રોડનો છે. પોલીસે અલગ-અલગ બે હોટલોમાં દરોડા પાડ્યા. આ દરમિયાન પોલીસે જાસ્મીન હોટલથી બે યુવતીઓ અને બે યુવકોને પકડ્યા. બીજી તરફ, એક લક્ઝરી કારમાંથી પણ બે અન્ય યુવતીઓ અને બે યુવકોને ડિટેન કરવામાં આવ્યા છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાંચી પોલીસને ચુટિયા પોલીસ સ્ટેશનની હદમાં દેહવેપાર થતો હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ચુટિયા પોલીસના સ્ટાફે કાર્યવાહી કરતા બે યુવક અને બે યુવતીને જાસ્મીન હોટલના રૂમમાંથી સંદિગ્ધ અવસ્થામાં પકડી પાડ્યા. મળતી માહિતી મુજબ, ઓનલાઇન રીતે ગ્રાહક સેક્સ વર્કરોને બુક કરાવતા હતા. ત્યારબાદ તેમને નક્કી કરેલા સ્થળ પર યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હતી.

રાંચીના સ્ટેશન રોડ સ્થિત જાસ્મીન હોટલમાં રોકાયેલા ગ્રાહકોને પણ સેક્સ વર્કર સપ્લાય કરવામાં આવતી હતી. જેની જાણકારી પોલીસને સતત મળી રહી હતી. આ આધાર પર રવિવારે ચુટિયા પોલીસે કાર્યવાહી કરી. આ દેહવેપારનો માસ્ટરમાઇન્ડ પોલીસની પકડથી હજુ દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને યુવતીઓ બંગાળની છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ તેમને સેક્સ વર્કર તરીકે રાંચી લાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here