ઈન્દોરમાં એક બિલ્ડર પતિએ પોતાની પત્નીને કાળજુ કંપી જાય એવી વેદનાઓ આપી હતી. પરિણિત બિલ્ડરે બે વર્ષ પહેલાં છત્તીસગઢની સરકારી ટીચર સાથે લગ્ન કર્યા હતા. પતિએ ફાર્મ હાઉસ પર પત્નીને ન્યૂડ ડાન્સ કરાવ્યો
ઈન્દોર,
મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ ફાર્મ હાઉસમાં દોસ્તો સામે ન્યૂડ ડાન્સ કરાવતો હતો. આટલું જ નહીં, ફાર્મ હાઉસમાં મિત્રો સાથે મળીને પત્નીની સાથે કેટલીયે વાર ગેંગરેપ કર્યો હતો. સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને કેટલીયે વેદનાઓ આપી હતી. પત્નીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી પતિ સહિત પાંચેય લોકોને રવિવારે અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા હતા.
ઈન્દોર પોલીસે જણાવ્યું કે, મહિલા મૂળ છત્તીસગઢની રહેવાસી છે. તે એક સરકારી ટીચર છે. આરોપી પતિ સાથે મહિલાની ઓળખાણ એક મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા થઈ હતી. એ પછી બંનેએ લગ્ન કર્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં મહિલાએ કહ્યું કે, લગ્ન પ્રસંગ દરમિયાન તેના પતિના ઘરેથી કોઈ પણ આવ્યુ નહોતું. તે એકલો જ લગ્ન કરવા માટે આવ્યો હતો. આરોપી પહેલેથી જ પરિણિત છે. પોલીસના જણાવ્યા મુજબ, 32 વર્ષીય મહિલાનો આરોપ છે કે, ઈન્દોર જિલ્લાના ક્ષિપ્રા પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ફાર્મ હાઉસમાં પતિ અને તેના મિત્રોએ નવેમ્બર 2019થી ઓક્ટોબર 2021 દરમિયાન તેની સાથે કેટલીયે વાર ગેંગરેપ કર્યો હતો અને અપ્રાકૃતિક કૃત્ય કર્યુ હતુ. મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફાર્મ હાઉસમાં ન્યૂડ પાર્ટી થતી હતી. તેનો પતિ આ કામ તેની પાસે પણ કરાવતો હતો. મહિલાનો આરોપ એવો પણ છે કે ગેંગરેપ દરમિયાન નાજુક અંગો પર સળગતી સિગારેટના ડામ આપવામાં આવતા હતા. વળી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
પોલીસે જણાવ્યું કે, પીડિત મહિલાનું કહેવું છે કે, આરોપીઓના ચુંગાલમાંથી ગમે તેમ છૂટ્યા પછી તે પોતાના પિયરમાં પહોંચી હતી. ત્યારે પણ એક વ્યક્તિ તેને નુકસાન પહોંચાડવાના હેતુથી પહોંચી ગયો હતો. મહિલાએ મીડિયાને ઈન્ટરવ્યુમાં કહ્યું કે આરોપીઓ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના ફોનમાં કેટલાંય આપત્તિજનક વીડિયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી કર્યા બાદ આરોપી પતિ અને તેના ચાર મિત્રોને મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. સાથે જ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે.