આ કેમેરાનો ઉપયોગ કરી શકાય તેનો ડેમો પણ કરવામાં આવ્યો છે.

આ અંગે પોલીસ કર્મીઓને તાલીમ આપવામાં આવી છે. જેમાં કેમેરા કેવી રીતે ઓપરેટ કરવા, કેમેરા ચાર્જ કેવી રીતે કરવા તેમજ કેમેરામાં શું શું ટેકનોલોજી છે તેની માહિતી આપવામાં આવી હતી.

૪ પોઈન્ટ પર આ કેમેરા થકી પોલીસકર્મીઓએ કામગીરી પણ શરુ કરી છે.

સુરત,

સુરત પોલીસ હવે અત્યાધુનિક બનશે ….સુરતમાં પોલીસ કર્મીઓ હવે બોડી વોર્ન કેમેરા(Body Worn Camera) સાથે ફરજ બજાવતા નજરે ચડશે. જી હા સુરત પોલીસને સરકાર દ્વારા ૯૭૫ જેટલા બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. આ બોડી વોર્ન કેમેરા પોલીસને એક્ટીવ અને સજાગતાથી પોતાની ફરજો બજાવવામાં મદદરૂપ થશે. સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસને ટેકનોલોજીથી સજ્જ ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે.

હવે સુરતમાં પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે. સરકાર દ્વારા સુરત પોલીસને ૭૯૫ બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં ૮૮૪ બોડી ૨ ટાઈપ કેમેરા તથા ૯૧ બોડી ૩ ટાઈપ કેમેરાનો સમાવેશ થાય છે. આ કેમેરા ઓપરેટ કરવા અંગે ૨૫૦ પોલીસકર્મીઓને તાલીમ પણ આપવામાં આવી હતી. આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમન વખતે તથા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વખતે, પોલીસ સ્ટેશનમાં ઈન્વેસ્ટીગેશનમાં તથા રેડ દરમ્યાન અને સભા સરઘસોમાં આ કેમરા કઈ રીતે ઉપયોગી નિવડશે તેની તાલીમ આપવામાં આવી હતી. આ બોડી વોર્ન કેમેરા પોલીસને એક્ટીવ અને સજાગતાથી પોતાની ફરજો બજાવવામાં મદદરૂપ થશે તથા પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પ્રજાનું પોલીસ તરફના વર્તનમાં અને ઘર્ષણમાં આ બોડી વોર્ન કેમેરાની અસરકારક ભૂમિકા રહશે. કેમેરાનું લાઈવ પ્રસારણ ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાં જોઈ શકાશે. આ બોડી વોર્ન કેમેરાનું મોનીટરીંગ સતત જે તે પોલીસ સ્ટેશન અને ટ્રાફિક બ્રાંચની તમામ રીજીયન કચેરી તરફથી કરવામાં આવશે તેમજ કેમેરાનું લાઈવ પ્રસારણ ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાં જોઈ શકાશે.

આ બોડી કેમેરા થકી ટ્રાફિક નિયમન, તેમજ બંદોબસ્ત, રેડમાં ખુબ જ ઉપયોગી રહેશે. આ બોડી થકી ડાયરેક્ટ વિડીયો ફૂટેજના એવીડન્સ મળી રહેશે. તેમજ પલ્બીક સાથે પોલીસ પણ યોગ્ય વર્તન કરી શકશે. તેમજ પોલીસની કામગીરીનો વિડીયો રેકોડીંગ પણ થઇ શકશે. આ કેમેરાની કનેક્ટીવીટી ડાયરેક્ટ ગાંધીનગર પણ રહેશે. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે પોલીસની કામગીરી વધુ પ્રોફેશનલ બને અને ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થાય તે માટે અને વધુમાં વધુ પ્રજા લક્ષી વલણ સાથે પોલીસ કામ કરતી થાય તે માટે સરકાર દ્વારા પોલીસને બોડી કેમેરા ફાળવવામાં આવ્યા છે. કુલ ૯૭૫ કેમેરા સુરત સીટી પોલીસને ફાળવવામાં આવ્યા છે. આ કેમેરાનો ઉપયોગ કરી શકાય તેનો ડેમો પણ કરવામાં આવ્યો છે.

આ અંગે પોલીસ કર્મીઓને તાલીમ આપવામાં આવી છે. જેમાં કેમેરા કેવી રીતે ઓપરેટ કરવા, કેમેરા ચાર્જ કેવી રીતે કરવા તેમજ કેમેરામાં શું શું ટેકનોલોજી છે તેની માહિતી આપવામાં આવી હતી. ૪ પોઈન્ટ પર આ કેમેરા થકી પોલીસકર્મીઓએ કામગીરી પણ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here