સુરત,

સુરત જીલ્લાના માંડવીમાં એક મહિલાને તેના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપનારા બે ઝડપાયા છે. માંડવી પોલીસે છટકું ગોઠવી બે યુવાનોને ઝડપી પાડ્યા હતા.

માંડવી ખાતે રહેતા પરિવારના સાસુ-વહુને માંડવીના બે યુવાનો દ્વારા તેમના પરિવારના બિભત્સ ફોટા વાયરલ કરવાના મેસેજ કરી મોટી રકમની માંગ કરતા હતા . મહિલાએ પોલીસને જાણ કરતા માંડવી પોલીસે છટકું ગોઠવી બે ખંડણીખોર યુવાનોને આબાદ ઝડપી પાડયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી ખાતે રહેતા મહિલાના તથા તેમની વહુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવતા હતા કે તમારા ઘરના બીભત્સ ફોટા છે. દશ લાખ આપો નહી તો આ બિભત્સ ફોટા વાયરલ કરીશું. ત્યારબાદ સાસુ દ્વારા એ નંબર પર ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થતો ન હતો અને અજાણ્યા ઇસમો દ્વારા વારંવાર રૂપિયાની માંગ કરાતી હતી. છેવટે માનસિક ત્રાસથી કંટાળી અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશન જાણ કરતા માંડવી પોલીસ સાથે રહી પાંચ લાખની ડુપ્લીકેટ નોટ આપવાનું આયોજન કર્યું હતું અને ધમકી આપનાર અજાણ્યા ઈસમોને રૂપિયા આપવાની તૈયારી બતાવતા અજાણ્યા ઈસમોએ સામેથી જણાવેલ કે રામેશ્વર રોડ પર એ બંધ પડેલ લારી મુકેલ છે જેમાં તમારા ઘરના બીભત્સ ફોટાવાળી પેન ડ્રાઈવ મુકેલ છે જે પાંચ લાખ રૂપિયા મૂકીને પેન ડ્રાઈવ લઈને જતા રહેજો ત્યારબાદ વહુ તથા તેમના સંબંધી ડુપ્લીકેટ નોટ ભરેલી થેલી મૂકી પેન ડ્રાઈવ લઈને નીકળી ગયા હતા. ત્યારબાદ થોડીવારમાં જ બે ઈસમો મોટરસાયકલ પર આવી ડુપ્લીકેટ રૂપિયા ભરેલી થેલી લઈને ઉતાવળમાં જતા અન્ય મોટરસાયકલ સાથે અથડાયા હતા અને મોટર સાયકલ પરથી પડી ગયેલા બંને ઇસમોને વોચમાં રહેલી પોલીસે ઝડપી લીધા હતા. તેમની પુછતાછ દરમિયાન માંડવીના ધર્મેશ વસાવા તથા ડેનિસ ઉર્ફે ડોન શાહ હોવાનું જણાવ્યું હતું માંડવી પોલીસે બંને વિરોધ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ એચ બી પટેલે હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here