સુરત : ઘરકંકાસથી પતિ એટલો કંટાળ્યો કે, પત્નીને આપ્યું દર્દનાક મોત- માતાવિહોણું બન્યું દોઢ વર્ષનું બાળક

0

સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે.

સુરતના ચોકબજારમાં પતિએ ગળું દબાવી પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

શહેરમાં હત્યા ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ચોકબજારમાં પતિએ ગળું દબાવી પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. હત્યાની આ ઘટનામાં પ્રાથમિક તારણ ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. તેમજ હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ચોકબજાર ફુલવાડી મન્નત એપાર્ટમેન્ટમાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાનું કારણ પતિ કામ ધંધો ન કરતો હોવાથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પતિ અચાનક જ ઉશ્કેરાઈ જતા પત્નીનું ગળું દબા‌વી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પોતાના કારસ્તાન છુપવવા યુવકે કહ્યું કે, પત્ની પડી ગઈ હોવાથી બેભાન થઈ ગઈ છે. ત્યાર બાદ સાસુ-સસરા સાથે પત્નીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો.

સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ડોકટરે ગળા પર નિશાન જોઇ પતિને સવાલો કર્યા હતા. જેના કારણે તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ મહિલાનું પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને લઈ ચોકબજાર પોલીસે પતિ ઈરફાન સામે ગુન્હો નોંધ્યો છે. જાણવા મળ્યું છે કે, 23 વર્ષીય આફરીન શેખના લગ્ન ઈરફાન સાથે 5 વર્ષ પહેલા થયા હતા અને બંનેને સંતાનમાં દોઢ વર્ષનું બાળક પણ છે.

ઈરફાન પહેલા કલર કામ કરતો હતો અને હાલમાં તે કામધંધો કરતો ન હતો અને નશો કરી પત્ની સાથે ઝઘડો કરતો હતો. તેથી બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. હજુ અઠવાડિયા પહેલા જ પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હતો, બાદમાં પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું. જે ઝઘડાના આવેશમાં આવી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ આ હત્યારાની ચોક બજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here