સરદાર બ્રીજ પરથી લોકો તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. બપોરના સમયે સરદાર બ્રીજ પર એક યુવક પહોંચ્યો. યુવક પર રાહદારીઓની નજર પડતા તમામ મોટી સંખ્યામાં રાહદારીઓ ત્યાં એકત્ર થઇ ગયા. ફાયરના લશ્કરો પહોંચે તે પહેલા યુવકને બચાવી લેવાયો.

સુરત,તા.૦૫

સુરતના સરદાર બ્રીજ પરથી યુવકે તાપી નદીમાં ઝંપલાવવાનો  પ્રયાસ કર્યો હતો. જો કે રાહદારીઓની નજર યુવક પર પડતા લોકોએ ભેગા થઈને આપઘાત કરતા આ યુવકને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો તેને બચાવતા નજરે ચડી રહ્યા છે. જો કે યુવક આપઘાત કરવા કેમ પહોચ્યો તે હાલ જાણી શકાયું ન હતું.

સુરતમાં તાપી નદીના સરદાર બ્રીજ પરથી લોકો તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે, ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ બપોરના સમયે સરદાર બ્રીજ પર એક યુવક પહોંચ્યો હતો અને બ્રીજ પર લાગેલી રેલીંગ પર ચડી તે આપઘાત કરવા જતો હતો. જો કે યુવક પર રાહદારીઓની નજર પડી હતી અને મોટી સંખ્યામાં રાહદારીઓ ત્યાં એકત્ર થઇ ગયા હતા. લોકોએ ભેગા થઈને યુવક આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર કોઈ રાહદારીએ પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધો હતો. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વધુમાં મળતી માહિતી મુજબ, આપઘાત કરવા આવેલો યુવક કલરકામ કરતો હોવાનું જણાવ્યું હતું. તે આપઘાત કરવાના જ ઈરાદે ત્યાં પહોચ્યો હતો. જો કે ત્યાં હાજર લોકોએ સુઝબુઝ વાપરી તેનો જીવ બચાવી લીધો હતો. સ્થાનિકોએ આ બનાવની જાણ ફાયર વીભાગને પણ કરી હતી. જો કે, ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચે તે પહેલા જ લોકોએ તેનો જીવ બચાવી લીધો હતો. લોકોએ યુવકને આપઘાત ન કરવા અંગે પણ સમજ પાડી હતી. તેમજ યુવક આપઘાત કરવા કેમ પહોચ્યો તે હાલ જાણી શકાયું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here