Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતમાં યુવાને ૪ કરોડમાં કિડની વેચવા કાઢી : એક વિદેશીની ધરપકડ


સુરત,
કેટલીક વાર આર્થિક ભીંસ તમને એ હદે પકડમાં લઈ લે છે કે તમે ઇચ્છો તો પણ તેની બહાર આવી શકતા નથી. અને તેના વમળમાં વધુ ને વધુ ફસાતા જાઓ છો. સુરતના એક યુવાન સાથે પણ આવું જ કંઈક થયું છે. હવે તમે તેને નસીબની બલિહારી ગણો કે બીજું કંઈ પરંતુ આ હકીકત છે. રૂ.૪ કરોડમાં કિડની વેચવા પ્રેરિત કરી લાખો રૂપિયા ઠગોએ ઉસેટી લીધા હતા. પોલીસે આ ગુનામાં એક વિદેશીની ધરપકડ કરી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતા અરબાઝ રાણાને કોરોના બાદ આવેલા લોકડાઉનને કારણે ધંધામાંથી હાથ ગુમાવવો પડ્યો. પરિવારની બધી જવાબદારી માથે આવી જતા બોજાે વધુ વધી ગયો. બહેનના લગ્નના કારણે માથે દેવું પણ વધી ગયું. આર્થિક બોજાે એટલો મુશ્કેલ લાગવા લાગ્યો કે તેમાંથી બહાર નીકળવા તેના મગજમાં નકારાત્મક વિચારો સતત આવ્યા કરતા હતા. જેથી તેમાંથી છુટકારો મેળવવા આ યુવાને આખરે તેની કિડની વેચવાનો ર્નિણય કરી લીધો.

કિડની વેચીને રૂપિયા કમાવવા તેણે ગૂગલ પર સેલ કિડની ફોર મની લખીને સર્ચ કરતા ઘણા વિકલ્પો સામે આવ્યા. જેમાંથી એક વેબસાઈટનો તેણે સંપર્ક કર્યો. જેણે તેને બેગ્લોરની હોસ્પિટલના ફોટોગ્રાફ્સ અને માહિતી બતાવી કિડનીના બદલામાં ૪ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી. પહેલા ૨ કરોડ રૂપિયા જમા કરાવશે તેવી લોભામણી વાતો કરી હોસ્પિટલના રજિસ્ટ્રેશન ફી તરીકે તેની પાસેથી સૌથી પહેલા ૯,૯૯૯ રૂપિયા લઈ લેવાયા. જાેકે આ યુવાન અહીં પણ ન સમજ્યો. પહેલા ખાતામાં ૨ કરોડ અને કિડની ડોનેટ કર્યા પછી બે કરોડ આપવામાં આવશે તેવી વાતમાં આવીને ફરી તેની પાસે ટ્રાન્સફર ફી પેટે બીજા ૩૫ હજાર અને એમ કરીને બાદમાં તેની પાસેથી ઇન્કમટેક્ષ ફી વગેરે કહીને અલગ અલગ ખાતામાં કુલ રૂ.૧૪, ૭૮,૪૦૦ પડાવી લેવામાં આવ્યા. બદલામાં દેવું ચૂકતે કરવા ન તો તે પોતાની કિડની વેચી શક્યો ન તો તેને ૪ કરોડ રૂપિયા મળ્યા. અધૂરામાં પૂરું તેણે ૧૪ લાખ રૂપિયાથી પણ હાથ ધોવા પડ્યા. આ માટેની ફરિયાદ તેણે સુરત સાઇબર પોલીસ મથકમાં નોંધાવી હતી અને છેતરપીંડી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપીએ દેશની પ્રતિષ્ઠિત હોસ્પિટલોના નામે ફેક આઈડી બનાવીને ભોગ બનનારાઓને વિશ્વસમાં લેવામાં આવતા હતા. પોલીસે વિદેશી નાગરિક 33 વર્ષીય આફ્રિકન ઈમિગ્રન્ટ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સીપીયુ હાર્ડ ડિસ્ક સાહિતના દસ્તાવેજાે પણ કબજે કર્યા છે. કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *