સુરતમાં મિત્રએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું

0

સુરત,
વરીયાવ વિસ્તારમાં રહેતા અનવર (નામ બદલ્યું છે) ને ગત રાત્રે ૨ વાગ્યે તેના મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહીમ પટેલ (ઉ.વ. ૨૦ રહે. કોસાડ આવાસ, અમરોલી) ફોન કરી મળવા માટે ઘર પાસે બોલાવ્યો હતો. સોહેલને અર્જન્ટ કામ હશે એવું વિચારી અનવર તેને મળવા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગયો હતો. પરંતુ સોહેલ ત્યાં હાજર ન હતો જેથી યુ-ટ્યુબ પર વિડીયો જાેતા-જાેતા તેની રાહ જાેઇ રહ્યો હતો. આ અરસામાં સોહેલ અનવરના ઘરના ત્રીજા માળે ઘસી ગયો હતો. ઘરનો ડોરબેલ વગાડતા પતિ અનવર પરત ઘરે આવ્યો હશે એવું સમજી પત્નીએ દરવાજાે ખોલ્યો હતો. પરંતુ દરવાજા પર પતિ અનવર નહીં પરંતુ તેનો મિત્ર સોહેલ હતો. દરવાજાે ખોલતા વેંત સોહેલે અનવરની પત્નીનું મોઢું દબાવી દીધું હતું અને રૂમમાં લઇ જઇ ગળું દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું.

સોહેલે મિત્રની પત્ની સાથે જયારે દુષ્કર્મ કર્યુ ત્યારે રૂમમાં બે વર્ષની અને બીજી ૨ મહિનાની પુત્રી પણ સુતેલી હતી. સોહેલ મિત્રની પત્ની સાથે કુકર્મ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો અને અનવરને ફોન કરી તેણે આચરેલા કુકર્મની જાણ કરી હતી. જેથી અનવર ચોંકી ગયો હતો અને પત્ની પાસે ઘસી જઇ પૃચ્છા કરી હતી અને પરિવારને જાણ કર્યા બાદ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સોહેલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સોહેલના પિતા શહેરના રાજમાર્ગ સ્થિત જનતા માર્કેટમાં મોબાઇલની દુકાન ધરાવે છે. વરીયાવમાં રાત્રે ૨ વાગ્યે ફોન કરી મિત્રને મળવા માટે ઘરની બહાર બોલાવ્યા બાદ જબરજસ્તી તેના ઘરે ઘુસી જઇ ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપી પત્ની સાથે દુષ્કર્મ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જહાંગીરપુરા પોલીસે નરાધમ મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here