સુરતના દરેક ઝોનમાં મસાલાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી. 

સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી.

જો ભેળસેળ હોવાનું બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત,

હાલમાં મરી મસાલાની સીઝન ચાલી રહી છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરતના દરેક ઝોનમાં મસાલાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી છે અને જો ભેળસેળ હોવાનું બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં મરી મસાલાની સીઝન ચાલી રહી છે. મોટી સંખ્યામાં લોકો મરી મસાલાની ખરીદી કરતા હોય છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરેક ઝોનની અંદર મસાલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે. સવારથી જ આરોગ્ય વિભાગની ટીમ મસાલાના વેપારીઓને ત્યાં પહોચી હતી અને ત્યાંથી મસાલાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલો લઈને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે અને જો કોઈ ભેળસેળ બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ફૂડ સેફટી ઓફિસર ડી. કે. પટેલે જણાવ્યું હતું કે શહેરના તમામ ઝોનમાં મરી મસાલાની સીઝન ચાલી રહી છે. ત્યારે રોડ પર માંડવાઓની અંદર મરી મસાલાનું વેચાણ થાય છે તેમજ દળી આપવામાં આવે છે. ત્યારે આવી તમામ જગ્યાએથી નમુનાઓ લેવામાં આવ્યા છે અને નમુના લઈને તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ભેળસેળ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લેવાયેલા સેમ્પલોનું રીઝલ્ટ ૧૪ દિવસમાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here