સુરતમાં બાળકીની શ્વાસનળીમાં દવા ફસાઇ જતાં મોત

0

સુરત,
સુરતમાં મુસ્કાન તાવની દવા ગળવા જતાં દવા શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે શ્વાસ ન લેવાતા બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરી હતી.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ૫ વર્ષીય બાળકીનું તાવની દવા ગળવા જતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દવા બાળકીની શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત નીપજ્યું હતું. ૫ વર્ષની બાળકી મુસ્કાનનુ નિધન થતાં પરિવારમાં માતમ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here