સુરતમાં દારૂના નશામાં એસિડ પી જતાં મોત નિપજ્યું

0

સુરત,તા.૧૭

સુરતમાં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતીય યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પી લેતાં મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જિતેન્દ્ર રઘા જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પિતાના નિધન બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આવતા મહિને બહેનના લગ્ન લેવાની તૈયારી પણ ચાલી થઈ હતી.

પંકજ સ્વાઈ (રૂમ પાર્ટનર)એ જણાવ્યું હતું કે જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું, મેં એસિડ પી લીધું છે, એટલે તમામ રૂમ પાર્ટનર ચોંકી ગયા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

૨૨ વર્ષની ઉંમરે મિત્ર જિતેન્દ્રના મોતના આઘાતની વતનમાં રહેતા પરિવારને જાણ કરતાં જ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો હતો. જિતેન્દ્ર સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા. પાંડેસરા પોલીસે રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here