વિધાનસભાની ચુંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું.

સુરતમાં AAPના જનસંવાદ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોનો હુમલો, FIR નહિ લેતા AAP કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રાત વિતાવી.

આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત  વાલમ નગર, સીમાડા નાકા ખાતે અગ્રણી સહિત 7થી 8 કાર્યકરો ગયા હતા જ્યાં તેઓ પર  ભાજપના 30 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો.

સુરત,

આમ આદમી પાર્ટી  દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત  સુરતના વાલમ નગર, સીમાડા નાકા ખાતે રસ્તામાં આતરી પ્રચાર અર્થે ગયેલા અગ્રણીઓ સહિત 7થી 8 કાર્યકરો પર ભાજપના 30 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ પોલીસ ફરિયાદ નોંધાવા ગયેલા કાર્યકરોની પોલીસે ફરિયાદ ન લેતા આખી રાત પોલીસ મથકમાં વિતાવી હતી.

વિધાનસભાની ચુંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું છે. આપ અને ભાજપ વચ્ચે આક્ષેપનો વરસાદ થઈ રહ્યો છે, અને હવે આ રાજનીતિ મારામારી સુધી પહોચી છે. થોડા દિવસો અગાઉ ભાજપ કાર્યાલય બહાર વિરોધ કરવા ગયેલા આપ પાર્ટીના કાર્યકરોને ઢોર માર મરાયો હતો. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત  વાલમ નગર, સીમાડા નાકા ખાતે રસ્તામાં આતંરી પ્રચાર અર્થે ગયેલા પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી  રાજેન્દ્ર વાસાણી, આકાશ ઇટાલીયા સહીતના 7થી 8 કાર્યકરો ગયા હતા. જ્યાં તેઓ પર  ભાજપના 30 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ પોલીસ ફરિયાદ નોંધવા ગયેલા કાર્યકરોની પોલીસે ફરિયાદ ના લેતા આખી રાત પોલીસ મથકમાં વિતાવી હતી. રાત્રીના સમયે પોલીસ મથકમાં માહોલ ગરમાયો હતો. આ મામલે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.

વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે અમારા કાર્યકરોને દબાવાના અને ધમકાવવાનો પ્રયાસ કરાયો છે. અમે પોલીસ મથકે આવી તમામ પુરાવા આપ્યા છે. તેમ છતાં એફઆઈઆર નોંધવામાં પણ ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર પણ બીજેપીના દબાણમાં આવી કામ કરી રહ્યું છે. જે તત્વોએ હુમલો કર્યો છે તે તમામ પુરાવા પણ અમે પોલીસ મથકમાં આપ્યા છે. હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે હીરોગીરી બંધ કરો અને પોલીસ તંત્રને સ્વતંત્ર કામ કરવા દો, જો અમારા નેતાઓ સાથે આવું થતું હોય તો સામાન્ય માણસોનો તો વિચાર જ કરવો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here