ઇદના દિવસે કુરબાની સાથે ઊજવણી કરાશે

સુરત,તા.૧૭
સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સિરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમુર નામનો એક બકરો રૂપિયા ૧૧ લાખમાં જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદતાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઝબલભાઈએ જણાવ્યું હતું કે બકરો ૧૯૨ કિલોનો છે અને ૪૬ ઇંચની ઊંચાઈ ધરાવે છે. ઇદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરાશે.

ઝબલભાઈ સુરતી (બિલ્ડર)એ જણાવ્યું હતું કે બકરાની ઉંમર હાલ અઢી વર્ષની છે. આઠ મહિનાથી આ બકરાનું પાલનપોષણ એક પશુપાલક કરતો હતો. જાેકે બકરાને જાેયા બાદ એને કોઈપણ કિંમતે લેવાની ઈચ્છા હતી. એટલે ૧૧ લાખમાં ખરીદી કરી છે. આવા મારી પાસે બીજા ૨૦ બકરા છે, જેની કુરબાની પણ ઇદના રોજ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ આ બકરા (તૈમુર)નો ખોરાક જાેઈએ તો કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો સહિતનો છે. રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ ૪ લિટર દૂધ પિવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાય છે. અઠવાડિયામાં એક વાર વોક પર પણ લઈ જવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here